Captain Monica Khanna: ખુબ જ કપરી પરિસ્થિતિમાં વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવીને 185 મુસાફરોના જીવ બચાવ્યા
Spicejet Flight Emergency Landing: બિહારના પટણા એરપોર્ટ પર સ્પાઈસજેટની ફ્લાઈટ SG-723નું રવિવારે ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. વિમાનમાં 185 લોકો સવાર હતા. વિમાને ઉડાણ ભર્યા બાદ પટણામાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું.
Spicejet Flight Emergency Landing: બિહારના પટણા એરપોર્ટ પર સ્પાઈસજેટની ફ્લાઈટ SG-723નું રવિવારે ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. વિમાનમાં 185 લોકો સવાર હતા. વિમાને ઉડાણ ભર્યા બાદ પટણામાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. કારણ કે તેના ડાબી બાજુના એન્જિનમાં આગ લાગી હતી. ઘટનાની જાણકારી પટણા જિલ્લા પ્રશાસન અને એરપોર્ટના અધિકારીઓને આપવામાં આવી.
સ્થાનિક લોકો દ્વારા કરાયેલા વીડિયો શૂટિંગમાં ડાબા એન્જિનમાંથી ચિંગારીઓ નીકળતી જોઈ શકાય છે. અધિકારીઓએ જણાવ્યું કે તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢી લેવાયા હતા. આ ઈમરજન્સી સ્થિતિમાં પાઈલટે જે પ્રકારે વિમાનનું લેન્ડિંગ કરાવ્યું અને સમજદારી દાખવી તે પ્રશંસનીય છે.
ફ્લાઈટની કમાન જેમના હાથમા હતી તેમનું નામ કેપ્ટન મોનિકા ખન્ના છે. ફ્લાઈટના પાઈલટ ઈન કમાન્ડ (પીઆઈસી) કેપ્ટન મોનિકા ખન્નાએ જરાય ગભરાયા વગર પ્રભાવિત એન્જિનને બંધ કર્યું અને ઈમરજન્સી લેન્ડિંગ કરાવી. ન્યૂઝ એજન્સી એએનઆઈએ સ્પાઈસજેટના ફ્લાઈટ ઓપરેશન્સના પ્રમુખ ગુરુચરણ અરોડાના હવાલે જણાવ્યું કે કેપ્ટન મોનિકા ખન્ના અને ફર્સ્ટ ઓફિસર બલપ્રીત સિંહ ભાટિયાએ ઘટના દરમિયાન પોતાને ખુબ સારી રીતે સંભાળ્યા. તેઓ એકદમ શાંત રહ્યા અને વિમાનને સારી રીતે સંભાળ્યું. તેઓ અનુભવી અધિકારી છે અને અમને તેમના પર ગર્વ છે.
Corona Update: ફરીથી 12 હજારથી વધુ નવા કેસ, જાણો નવા વેરિએન્ટ પર બુસ્ટર ડોઝ કેટલો અસરકારક?
આ છે દુનિયાનો એવો 'અનોખો' આશ્રમ, જ્યાં પત્ની પીડિત પતિઓ ઠાલવે છે પોતાની વ્યથા
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube