મુંબઈઃ દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી  (Mukesh Ambani news) ના ઘરથી થોડે દૂર એક શંકાસ્પદ કાર મળ્યા બાદ હડકંપ મચી ગયો છે. ગ્રીન કલરની સ્કોર્પિયો કારમાંથી 20 જિલેટીન લાકડીઓ જપ્ત થઈ છે. ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ ટીમે કારને પોતાના કબજામાં કરી લીધી છે અને ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અસેમ્બલ નહતી જિલેટીન લાકડીઓ, પોલીસે લીધો રાહતનો શ્વાસ
પોલીસ પ્રમાણે ગામદેવી પોલીસ સ્ટેશન અંતર્ગત કારમાઇકલ રોડ પર એક શંકાસ્પદ સ્કોર્પિયો કાર ઉભેલી મળી. પોલીસને તેની જાણ થતાં ઘટના સ્થળ પર બોમ્બ ડિસ્પોઝલ ટીમ પહોંચી ગઈ. કારની તપાસ કરવામાં આવી જેમાં વિસ્ફોટક સામગ્રી બનાવવામાં ઉપયોગ થનારક જિલેટીન લાકડી જપ્ત થી છે. પરંતુ તેને એસેમ્બલ કરવામાં આવી નથી. ઘટનાની તપાસ થઈ રહી છે. 


આ પણ વાંચોઃ આ રાજ્યમાં પરીક્ષા આપ્યા વગર પાસ થશે ધોરણ 9, 10 અને 11ના વિદ્યાર્થીઓ  


ગૃહ મંત્રીએ કહ્યુ, ક્રાઇમ બ્રાન્ચ તરાસ કરી રહ્યું છે, જલદી સત્ય સામે આવશે
મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખે કહ્યુ, મુંબઈમાં મુકેશ અંબાણીના ઘરથી થોડે દૂર એક સ્કોર્પિયો જપ્ત થઈ છે. આ કારમાં જિલેટીન મળ્યું છે. તેની તપાસ મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચને સોંપી દેવામાં આવે છે. જે પણ સત્ય છે તે સામે આવશે. 


મુકેશ અંબાણીના ઘરની સુરક્ષા વધારવામાં આવી
કારમાંથી જિલેટીન સ્ટીક જપ્ત તયા બાદ મુંબઈ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. મુકેશ અંબાણીના ઘરની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. મુંકેશ અંબાણીની પાસે પહેલાથી જ Z+ સિક્યોરિટી કવર છે અને તેમની સુરક્ષાની જવાબદારી સીઆરપીએફને સોંપવામાં આવી છે. આ સિવાય મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીને વાય કેટેગરીની સુરક્ષા મળેલી છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube