નવી દિલ્હી: જે સોશિયલ મીડિયાની ભૂમિકા પર સવાલો ઉઠી રહ્યા છે, તે ઘણીવાર આપણા માટે ખૂબ મદદગાર સાબિત થઇ શકે છે. જમ્મૂ એન્ડ કાશ્મીરના બનિહાલમાં Whatsappની મદદથી એક ડોક્ટરે દર્દીનો જીવ બચાવી લીધો. તે દર્દીને હાર્ટ એટેક આવ્યો હતો. એવામાં ડોક્ટરે તેનું ઇસીજી કરી તાત્કાલિક Whatsapp પર પોતાના સીનિયર્સની સાથે શેર કર્યું, તેમણે ડોક્ટરને નિર્દેશ આપ્યા અને દર્દીનો જીવ બચાવી લીધો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મામલો જમ્મૂ એન્ડ કાશ્મીરના બનિહાલનો છે. ઇન્ડીય એક્સપ્રેસના અનુસાર થોડા દિવસો પહેલાં અહીં 27 વર્ષીય બિલાલ અહેમદને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ રામબાનના લોકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ડોક્ટરે તેનો ઇસીજી કર્યો. તેનાથી ખબર પડી કે તેને હાર્ટ એટેક આવ્યો છે. ડો. આકિબ નજમે કહ્યું 'અમે ત્યારબાદ મોડું કર્યા વિના ઇસીજીને અમારા સિનિયર ડોક્ટર સાથે શેર કર્યો. તેમણે મને આ મામલે ગાઇડ કર્યું અને થોંબોલિસિસનો ઉપયોગ કરવા માટે કહ્યું. થોંબ્રોલિસિસ રક્ત વાહિકાઓમાં ક્લોટને ખતમ કરે છે. મેં પણ એ જ કર્યું અને દર્દીનો જીવ બચાવવામાં સફળ રહ્યા.'

સરકારી બેંકોને 2017-18માં થયું 85,370 કરોડ રૂપિયાનું નુકસાન, ફક્ત આ બેંકોએ કર્યો નફો 


ડો. નજમના અનુસાર આ પ્રકારના કેસમાં પ્રથમ કલાક ખૂબ મહત્વપૂર્ણ હોય છે. એક ગોલ્ડન હવર હોય છે. પરંતુ આ પ્રકારના જગ્યાઓમાં ઘણીવાર પ્રથમ કલાકમાં લોકો ઘણીવાર મોડું થઇ જાય છે. ડોક્ટરે કહ્યું કે અમે તે વ્યક્તિને ટ્રિટમેંટ આપ્યા પછી આગળની સારવાર માટે શ્રીનગર રિફર કરી દીધો. 

બહેન જાહ્નવી માટે અર્જૂન કપૂરે લખ્યો ઇમોશનલ મેસેજ, પહેલી ફિલ્મ 'ધડક' માટે કર્યું WISH 


આ દર્દી એવો વ્યક્તિને જે દૂરના આંતરિયાળ વિસ્તારોમાં બિમાર પડે છે, પરંતુ ડોક્ટરોની આ નવી રીતથી તેમનો જીવ બચાવવામાં આવ્યો છે. જોકે તેની શરૂઆત ગત ડિસેમ્બરમાં કાશ્મીરના ડાયરેક્ટર ઓફ હેલ્થ સર્વિસે કરી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર સ્વાસ્થ વિભાગ હબ એન્ડ સ્પોક મોડલની ઘાટીમાં લોકોનો બચાવવામાં ઉપયોગ કરે છે. કાશ્મીરમાં હદય રોગ અથવા અન્ય મોટા રોગ માટે લોકો બે જ હોસ્પિટલ શેર એ કાશ્મીર ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એસકેઆઇએમએસ) અને શ્રી મહારાજ હરિસિંહ હોસ્પિટલ (એસએમએચએસ) પર નિર્ભર રહે છે. એવામાં આંતરિયાળ વિસ્તારોની હોસ્પિટલોને એક Whatsapp પર સાથે જોડવામાં આવી છે, જે આવા કઠિન સમયે મોટા ડોક્ટરોની સલાહ લઇ દર્દીને શરૂઆતના કલકોમાં સારવાર પુરી પાડી રહી છે.