નવી દિલ્હી: પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત અને ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) ના પૂર્વ અધ્યક્ષ ડો.કેકે અગ્રવાલનું કોરોના સંક્રમણના કારણે નિધન થયું છે. તેમણે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા. કોરોના સામે લાંબી લડત લડ્યા બાદ આખરે તેઓ જિંદગીનો જંગ હારી ગયા. ડોક્ટર અગ્રવાલ 62 વર્ષના હતા અને છેલ્લા કેટલાક દિવસથી તેઓ હોસ્પિટલમાં દાખલ હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના સામે જાગૃત કરી રહ્યા હતા પણ પોતે હારી ગયા
ડોક્ટર અગ્રવાલ છેલ્લા એક વર્ષથી કોવિડ મહામારી પર વીડિયો પોસ્ટ કરીને લોકોને જાગૃત કરતા હતા અને બીમારીના વિવિધ પહેલુઓ તથા તેના મેનેજમેન્ટ વિશે વાત કરતા હતા. તેમની ટ્વિટર પ્રોફાઈલ પર પોસ્ટ કરાયેલા એક નિવેદનમાં કહેવાયું છે કે તેમણે સોમવારે રાતે 11.30 વાગે આ મહામારીના કારણે દમ તોડ્યો. તેમને એક અઠવાડિયા પહેલા વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. 


દાવો! વૈજ્ઞાનિકોએ શોધી જબરદસ્ત 'મિસાઈલ' ટેક્નિક, કોરોના વાયરસનો 99.9% કરી શકે છે ખાતમો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube