Pandora Papers Case: સરકારે આપ્યા તપાસના આદેશ, CBDT અને ઈડીના અધિકારી પણ ટીમમાં થશે સામેલ
Pandora Papers Case: `ઈન્ટરનેશનલ કંસોર્ટિયમ ઓફ ઇન્વેસ્ટિગેટિવ જર્નલિસ્ટસે` આ રિપોર્ટ જાહેર કર્યો છે, જે 117 દેશોની 150 મીડિયા સંસ્થાઓના 600 પત્રકારોની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નવી દિલ્હીઃ Pandora Papers Case: પેન્ડોરા પેપર કેસમાં કેન્દ્ર સરકારે તપાસના આદેશ આપ્યા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) એ તેની જાણકારી આપી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ પ્રમાણે સીબીડીટીના પ્રવક્તાએ કહ્યું કે, આજે નિર્દેશ આપ્યા છે કે પેન્ડોરા પેપર લીક મામલાની તપાસ કરવામાં આવશે. આ તપાસ પર સીબીડીટીના ચેરમેન નજર રાખશે, જેમાં સીબીડીટી, ઈડી, ભારતીય રિઝર્વ બેન્ક અને નાણાકીય ગુપ્ત એકમના અધિકારી સામેલ થશે.
દુનિયાભરની 14 કંપનીઓ પાસેથી મળેલ લગભગ એક કરોડ 20 લાખ દસ્તાવેજોની તપાસથી ભારત સહિત 91 દેશોના અનેક નેતાઓ, અબજોપતિઓ, જાણીતી હસ્તિઓ, ધાર્મિક નેતાઓ અને નશીલા પદાર્થોના કારોબારમાં સામેલ લોકોના ગુપ્ત રોકાણનો ખુલાસો થયો છે. ન્યૂઝ એજન્સીએ એક અખબારના હવાલાથી કહ્યું કે, 'પેન્ડોરા પેપર્સ'માં સચિન તેંડુલકર, અનિલ અંબાણી, વિનોદ અદાણી, નીરા રાડિયા, સતીષ શર્મા, જેકી ફ્રોફ, નીરવ મોદી અને કિરણ મજૂમદાર-શો સહિત 300 ભારતીય લોકોના નામ છે.
દરરોજ 200 રૂપિયાની બચત, 5 વર્ષ બાદ 5 લાખ રૂપિયા મળવાની ગેરંટી, જાણો સ્કીમ
આ રિપોર્ટને 'પેન્ડોરા પેપર્સ' કહેવામાં આવી રહ્યું છે, કારણ કે તેના પ્રભાવશાળી તથા ભ્રષ્ટ લોકોના છુપાવીને રાખેલા ધનની જાણકારી આપી અને જણાવ્યું કે, આ લોકોએ કઈ રીતે અબજો ડોલરની ગેરકાયદેસર સંપત્તિને છુપાવવા માટે વિદેશમાં ખાતાનો ઉપયોગ કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube