નવી દિલ્હીઃ તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા આજે લોકસભાની એથિક્સ કમિટીની સામે રજૂ થયા બાદ ગુસ્સામાં બહાર નિકળ્યા હતા. બપોર બાદ બેઠકમાંથી બહાર આવ્યા તો મહુઆ મોઇત્રા ગુસ્સામાં જોવા મળ્યા હતા. તેમની સાથે બસપા સાંસદ દાનિશ અલી પણ હતા. વિપક્ષી સાંસદો હંગામો કરતા બહાર આવ્યા હતા. તે સમયનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં મહુઆ તે બોલી રહ્યાં છે કે આ એથિક્સ કમિટી છે? આ સવાલ પૂછી રહ્યાં છે? સ્પષ્ટ રીતે સમજાયું નહીં કે મહુઆ મોઇત્રા આટલા ગુસ્સે કેમ થયા? કોઈએ પૂછ્યું કે શું થયું તો મહુઆએ કહ્યું- બધા એમપી. તે દ્રષ્ય ખુબ હંગામેદાર હતું. ઘણા લોકો મોબાઇલમાં બધુ રેકોર્ડ કરી રહ્યાં હતા. દાનિશ અલીએ કહ્યુ કે તે બધા અનએથિકલ સવાલ પૂછી રહ્યાં છે? દાનિશ અલીએ મીડિયાને જણાવ્યું કે તેમણે વોકઆઉટ કેમ કર્યું? ગુસ્સામાં બોલતા દાનિશ અલીએ કહ્યુ કે તે પૂછી રહ્યાં છે કે રાત્રે કોની સાથે શું વાત કરતા હતા? તેનો શું મતલબ છે? લાંચ લઈને સંસદમાં સવાલ પૂછવાના મામલામાં આજે મોઇત્રા સંસદની કમિટીની સામે રજૂ થયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહુઆને પૂછવામાં આવ્યા અનૈતિક સવા
મહુઆ મોઇત્રાની સાથે લોકસભાની આચાર સમિતિની બેઠકના આચરણને લઈને સવાલ ઉઠાવતા વિપક્ષી સભ્યોએ વોકઆઉટ કર્યું હતું. વિપક્ષી સભ્યોએ સમિતિના અધ્યક્ષ (ભાજપ સાંસદ વિનોદ કુમાર સોનકર) પર ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાને વ્યક્તિગત અને અનૈતિક સવાલ પૂછવાનો આરોપ લગાવ્યો. કોંગ્રેસ સાંસદ એન ઉત્તમ કુમાર રેડ્ડીએ કહ્યુ કે આચાર સમિતિના અધ્યક્ષે ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાને જે સવાલ પૂછ્યા તે અમને અનૈતિક લાગ્યા. પરંતુ લોકસભાની આચાર સમિતિએ મહુઆ મોઇત્રા અને વિપક્ષી સાંસદોના વોકઆઉટ બાદ પણ ચર્ચા જારી રાખી હતી. 


ફેક પાર્સલ સ્કેમ : પાર્સલ સ્કેમથી બચજો નહીં તો તમારા ફોન અને મેસેજ થઈ જશે ટ્રાન્સફર


શું છે આરોપ?
ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ હાલમાં આરોપ લગાવ્યો હતો કે મોઇત્રાએ લોકસભામાં સવાલ કરવા માટે કારોબારી દર્શન હીરાનંદાણી પાસેથી પૈસા લીધા છે. તેમણે લોકસભા સ્પીકર ઓમ બિરલાને લખેલા લેટરમાં દાવો કર્યો કે મોઇત્રાએ હાલના દિવસોમાં 61માંથી 50 સવાલ અદાણી ગ્રુપ સાથે જોડાયેલા કર્યાં હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube