કેશની કટોકટીનો અંત આવ્યો: ATM ફરી પુર્વવત્ત બન્યાનો સરકારનો દાવો
રોકડની સમસ્યા વચ્ચે સારા સમાચાર છે, દેશનાં મોટા ભાગનાં હિસ્સાઓમાં એટીએમ કામ કરી રહ્યા છે અને સમગ્ર દેશને કેશ પુરતા પ્રમાણમાં છે
નવી દિલ્હી : રોકડની અછતનાં સમાચારો વચ્ચે રાહતનાં સમાચાર છે. દેશનાં મોટા ભાગનાં હિસ્સાઓમાં એટીએમ કામ કરી રહ્યા છે અને તેમાં રોકડ પણ ફ્રી રહી છે. આશરે 86 ટકા એટીએમ સંપુર્ણ કામ કરી રહ્યા છે. નાણામંત્રાલયનાં સુત્રો અનુસાર પંજાબ, હરિયાણા, જમ્મુ કાશ્મીર, મહારાષ્ટ્ર, નોર્થ ઇસ્ટ, ઓરિસ્સા, તમિલનાડુનાં 90 ટકા એટીએમમાં રોકડ આવી ચુકી છે. જો કે સરકાર અન્ય રાજ્યોમાં પણ રોકડની સમસ્યા દુર કરવાનાં પ્રયાસો કરી રહી છે. સુત્રો અનુસાર સરકાર બિહારમાં વધારે 1000 કરોડ રૂપિયા મોકલવાનું આયોજન કરી રહી છે.
તેલંગાણા અને બિહારમાં પરિસ્થિતી સુધરી
નાણામંત્રાલયનાં સુત્રો અનુસાર બિહારનાં 66 ટકા એટીએમ પુર્વવત્ત થયા છે. જ્યારે સૌથી પહેલા રોકડની કટોકટી જ્યાં સર્જાઇ હતી તે તેલંગાણામાં પણ 77 ટકા એટીએમ કામ કરતા ચાલુ થઇ ચુક્યા છે. સુત્રો અનુસાર એપ્રીલ, 2017થી ફેબ્રુઆરી 2018 સુધી હૈદરાબાદને આરબીઆઇની તરફથી 51 હજાર કરોડ રૂપિયાનો સપ્લાઇ થઇ ચુક્યો છે.
નાણારાજ્યમંત્રીનો દાવો
તે અગાઉ નાણારાજ્યમંત્રી શિવ પ્રતાપ શુક્લાએ પણ દાવો કર્યો હતો કે દેશનાં 80 ટકા કરતા વધારે એટીએમ કામ કરી રહ્યા છે. કેટલાક લોકો જનતાને ભ્રમિત કરવા માટે આ પ્રકારની અફવા ફેલાવી રહ્યા છે. રોકડની સમસ્યા છે જ નહી. માત્ર પોતાની ઇમેજ બનાવવા માટે એવું કરવામાં આવી રહ્યું છે.