કાવેરી જળ વિવાદ પર SCનો ચુકાદો: તામિલનાડુને મળતા પાણીમાં કરાયો ઘટાડો, કર્ણાટકને ફાયદો
કાવેરી જળ વિવાદ પર સુપ્રીમ કોર્ટે આજે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો. કોર્ટે કહ્યું કે નદી પર કોઈ એક રાજ્યનો અધિકાર નથી. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કાવેરી નદીમાંથી તામિલનાડુને મળતા પાણીમાં ઘટાડો કર્યો છે અને કર્ણાટકને વધારાના 14.75 ટીએમસી પાણી આપવાનો આદેશ આપ્યો છે. જેથી કરીને બેંગ્લુરુ શહેરની પાણીની જરૂરિયાતને પૂરી કરી શકાય.
નવી દિલ્હી: કાવેરી જળ વિવાદ પર સુપ્રીમ કોર્ટે આજે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો. કોર્ટે કહ્યું કે નદી પર કોઈ એક રાજ્યનો અધિકાર નથી. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કાવેરી નદીમાંથી તામિલનાડુને મળતા પાણીમાં ઘટાડો કર્યો છે અને કર્ણાટકને વધારાના 14.75 ટીએમસી પાણી આપવાનો આદેશ આપ્યો છે. જેથી કરીને બેંગ્લુરુ શહેરની પાણીની જરૂરિયાતને પૂરી કરી શકાય.
સુપ્રીમ કોર્ટના ચુકાદાના ખાસ વાતો
સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો કે કર્ણાટક પોતાના આંતરરાજ્ય બિલીગુંડલું બાંધથી કાવેરી નદીનું 177.25 ટીએમસીએફટી જળ તામિલનાડુ માટે છોડે.
કર્ણાટકને 14.75 ટીએમસીએફટી જળનો કોટા વધુ મળશે. જે ન્યાયાધિકરણ દ્વારા વર્ષ 2007માં નિર્ધારિત 270 ટીએમસીએફટી કાવેરી જળથી વધુ હશે.
કોર્ટે કહ્યું કે વર્ષ 2007માં ન્યાયાધિકરણ દ્વારા કેરળને અપાયેલા 30 ટીએમસીએફટી અને પુડ્ડુચેરીને અપાયેલા સાત ટીએમસીએફટી જળમાં કોઈ ફેરફાર થશે નહીં.
તામિલનાડુને ન્યાયાધિકરણ દ્વારા અપાયેલા 419 ટીએમસીએફટીની જગ્યાએ હવે કાવેરી નદીનું 404.25 ટીએમસીએફટી જળ મળશે.
કોર્ટે તામિલનાડુને કાવેરી બેસિનની નીચે કુલ 20 ટીએમસીએફટી જળમાંથી વધારાના 10 ટીએમસીએફટી ભૂજળને કાઢવાની મંજૂરી આપી.
કોર્ટે કહ્યું કે બેંગ્લુરુના રહીશોને પેયજળ તથા ભૂજળ જરૂરિયાતોના આધારે કર્ણાટકને કાવેરી જળની ફાળવણી વધારવામાં આવી છે.
20 સપ્ટેમ્બરે થઈ હતી ગત સુનાવણી
આ અગાઉ દક્ષિણ ભારતીય રાજ્યો તામિલનાડુ, કર્ણાટક અને કરેળ વચ્ચે દાયકાઓ જૂના કાવેરી જળ વિવાદ પર જસ્ટીસ દીપક મિશ્રા અને ન્યાયમૂર્તિ એ એમ ખાનવિલકર તથા ન્યાયમૂર્તિ ડી વાય ચંદ્રચૂડની પેનલે ગત વર્ષ 20 સપ્ટેમ્બરે કર્ણાટક, તામિલનાડુ અને કેરળ તરફથી દાખલ કરાયેલી અરજી પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.
ગત સુનાવણીમાં તામિલનાડુને 419 ટીએમસી ફૂટ પાણી
બે દાયકા જૂના કાવેરી જળ વિવાદ પર 2007માં સીડબલ્યુડીટીએ કાવેરી બેસિનમાં જળની ઉપલબ્ધતાને જોતા એકમતે નિર્ણય લીધો હતો. ચુકાદામાં તામિલનાડુને 419 ટીએમસી ફૂટ(હજાર મિલિયન ક્યૂબિક ફૂટ) પાણી ફાળવવામાં આવ્યું હતું. જ્યારે કર્ણાટકને 270 ટીએમસી ફૂટ, કેરળને 30 ટીએમસી ફૂટ અને પુડ્ડુચેરીને સાત ટીએમસી ફૂટ પાણી ફાળવવામાં આવેલ હતું. સુપ્રીમ કોર્ટે પહેલેથી સ્પષ્ટ કરી દીધુ હતું કે તેના ચુકાદા બાદ જ કોઈ પક્ષ કાવેરી સંબંધિત મામલે વિચાર કરી શકે છે.
જૂનો છે મામલો
અત્રે જણાવવાનું કે ત્રણ રાજ્યોએ કાવેરી જળ વિવાદ અધિકરણ(સીડબલ્યુડીટી)ના ચુકાદા વિરુદ્ધ કર્ણાટક, તામિલનાડુ અને કેરળને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. સુપ્રીમ કોર્ટે 20 સપ્ટેમ્બર, 2017ના રોજ ચુકાદો અનામત રાખ્યો હતો. પેનલે આ સમગ્ર મામલે ટિપ્પણી કરી હતી કે છેલ્લા બે દાયકાથી ખુબ ભ્રામક સ્થિતિ રહી છે.
જળ વિવાદ પર બનશે કાયદો
કેન્દ્ર સરકારે વિભિન્ન રાજ્યો વચ્ચે વધતા જળ વિવાદને જોતા આંતરરાજ્ય નદી જળ વિવાદ (સંશોધન) બિલને સંસદમાં ફરી રજુ કરવાનું નક્કી કર્યું છે. જેમાં અધિકરણોના અધ્યક્ષો, ઉપાધ્યક્ષોની આયુ અને નિર્ણય આપવાની સમય મર્યાદા અંગે કેટલેક મહત્વપૂર્ણ જોગવાઈ કરવામાં આવી છે. બિલને જલદી કેબિનેટની મંજૂરી માટે રજુ કરાશે.
Cauvery Verdict, Cauvery River, Cauvery water dispute, Supreme Court
cauvery dispute sc pronounce verdict