નવી દિલ્હી: આજે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ છે. આ બધા વચ્ચે એક ઓર્ડર સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે રિટર્ન ફાઈલ કરવાની તારીખ આગળ વધારવામાં આવી છે. સોશિયલ મીડિયામાં ઝડપથી થઈ રહેલા આ ખોટા પ્રચારને લઈને CBDT (સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાઈરેક્ટ ટેક્સ)એ ટ્વીટ કરીને સ્પષ્ટીકરણ આપ્યું છે. આ ટ્વીટમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે રિટર્ન ફાઈલ કરવાની તારીખમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. નાણાકીય વર્ષ 2018-19 માટે રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ જ છે. ત્યારબાદ આઈટીઆર ફાઈલ કરવામાં આવશે તો લેટ  ફાઈન ભરવો પડશે. પહેલા રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ હતી પરંતુ ત્યારબાદ આગળ વધારીને 31 ઓગસ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમારી જાણકારી માટે જણાવવાનું કે જો કોઈ કારણ સર આજે રિટર્ન ફાઈલ ન કરી શકો તો તમારે દંડ ભરવો પડશે. દંડને લઈને ઈન્કમ ટેક્સ વિભાગના શું નિયમો છે તે અંગે વિસ્તારથી જાણીએ. 


1. ઈન્ડિવિઝ્યુઅલ ટેક્સપેયર્સ 31 ઓગસ્ટ બાદ જો 31 ડિસેમ્બર 2019 સુધીમાં રિટર્ન ફાઈલ કરે તો લેટ ફી તરીકે 5000 રૂપિયા ભરવા પડશે. તેને બી-લેટેડ રિટર્ન ફાઈલ કરવાનું કહેવામાં આવે છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...