CBDT દરોડા : દેશના મોટા રાજકીય પક્ષને ટ્રાન્સફર કરાયા હતા 20 કરોડ રૂપિયા
આવક વિભાગે સોમવારે કહ્યું કે, તેણે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના નજીકના સહયોગી અન્યોની વિરુદ્ધ કરવામાં આવેલી છાપામારી દરમિયાન 281 કરોડ રૂપિયાની બેહિસાબી નકદના રેકેટનો પર્દાફાશ કર્યો છે.
નવી દિલ્હી :આવક વિભાગે સોમવારે કહ્યું કે, તેણે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના નજીકના સહયોગી અન્યોની વિરુદ્ધ કરવામાં આવેલી છાપામારી દરમિયાન 281 કરોડ રૂપિયાની બેહિસાબી નકદના રેકેટનો પર્દાફાશ કર્યો છે. વિભાગે જણાવ્યું કે, અધિકારીઓએ 14.6 કરોડ રૂપિયાની બેહિસાબી નકદ બરામદ કરી છે અને મધ્ય પ્રદેશ તથા દિલ્હીની વચ્ચે થયેલ સંદિગ્ધ વળતર વચ્ચે જોડાયેલી ડાયરી તથા કમ્પ્યુટર ફાઈલો પણ પોતાના તાબામાં લીધી છે.
તુઘલક રોડથી પાર્ટી કાર્યાલય ગયા રૂપિયા
સીબીડીટીએ કહ્યું કે, વિભાગે 20 કરોડ રૂપિયાની સંદિગ્ધ રોકડ તુઘલક રોડ પર રહેતા મહત્વપૂર્ણ વ્યક્તિના ઘરથી દિલ્હીની મોટી રાજનીતિક પાર્ટીના મુખ્યાલય સુધી કથિત રીતે જવાના પુરાવા મળ્યા છે. સીબીડીટીએ મોડી રાત્રે જાહેર કરેલ એક નિવેદનમાં કહ્યું કે, અત્યાર સુધી દારૂની 252 બોટલ, કેટલાક હથિયારો અને વાઘની ખાલ ઉપરાંત 14.6 કરોડ રૂપિયાની બેહિસાબી રોકડ મળી છે. સીબીડીટી આવક માટે નીતિ તૈયાર કરે છે. આ વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ દિલ્હીમાં કોંગ્રેસના કાર્યકર્તા મોઈનના ઘરે મળવા પહોંચ્યા. ઉલ્લેખનીય છે કે, મોઈનના ઘર પર પણ આવક વિભાગે છાપામારી કરી હતી.
281 કરોડના રેકેટનો પર્દાફાશ
સીબીડીટીએ કહ્યું કે, મધ્ય પ્રદેશમાં દરોડાથી કારોબાર, રાજનીતિ તેમજ સાર્વજનિક સેવા સહિત વિવિધ ક્ષેત્રના અનેક વ્યક્તિઓના માધ્યમથી 281 કરોડ રૂપિયાની બેહિસાબી રોકડના રેકેટનો પર્દાફાશ થયો છે. રોકડનો મોટો હિસ્સો દિલ્હીમાં મોટા રાજનીતિક પાર્ટીના મુખ્યાલય સુધી મોકલવામાં આવ્યો છે, જેમાં એ 20 કરોડ રૂપિયા પણ સામેલ છે. જે હાલમાં હવાલાના માધ્યમથી દિલ્હીના તુઘલક રોડ પર રહેતા વરિષ્ઠ પદાધિકારીના ઘરથી રાજનીતિક દળના મુખ્યાલય પહોંચાડવામાં આવ્યા છે.
સીબીડીટીએ નામ ન આપ્યું
જોકે, સીબીડીટીએ ન તો કોઈ રાજનીતિક પાર્ટી, ન તો કોઈ વરિષ્ઠ અધિકારીની ઓળખ ઉજાગર કરી છે. નિવેદનમાં જણાવાયું છે કે, રૂપિયા એકઠા કરવાનો રેકોર્ડ અને હાથથી લખેલી ડાયરી, કમ્પ્યૂટર ફાઈલ અને એક્સેલ શીટના રૂપમાં રોકડાની હેરફેર વિશે માલૂમ પડ્યું. સીબીડીટીએ ક્હયું કે, દિલ્હીના પોશ વિસ્તારોમાં અનેક બેહિસાબી/બેનામી સંપત્તિઓ વિશે માલૂમ પડ્યું છે. આદર્શ આચાર સંહિતના ઉલ્લંઘનના મામલામાં ચૂંટણી પંચને પણ આ બાબતે ધ્યાન દોરવામાં આવ્યું છે. હાલના ઈલેક્શન માહોલમાં કથિત કર ચોરી હવાલા લેણદેણના આરોપો પર પાડવામાં આવેલા દરોડા સોમવારે પણ ભોપાલ, ઈન્દોર, ગોવા, દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં વિવિધ પરિસરોમાં ચાલુ છે. વિભાગના 300 કર્મચારીઓએ કમલનાથના નજીકના અને અન્ય 52 ઠેકાણા પર રવિવારે દરોડા મારવાનું શરૂ કર્યું હતું.