માલ્યા પ્રત્યાર્પણ કેસની સુનાવણી માટે CBI અને EDની ટીમ બ્રિટન રવાના, આવી શકે છે ચુકાદો
બેંકોના 9 હજાર કરોડ રૂપિયાથી વધુ રૂપિયા લઈને ભાગી ગયેલા વિજય માલ્યા દેશ પરત લાવવા માટે પ્રત્યાર્પણ કેસની સુનાવણી સોમવારે બ્રિટનની કોર્ટમાં થઈ શકે છે.
નવી દિલ્હી: બેંકોના 9 હજાર કરોડ રૂપિયાથી વધુ રૂપિયા લઈને ભાગી ગયેલા વિજય માલ્યા દેશ પરત લાવવા માટે પ્રત્યાર્પણ કેસની સુનાવણી સોમવારે બ્રિટનની કોર્ટમાં થઈ શકે છે. સીબીઆઈ અને ઈડીની સયુંક્ત ટીમ સીબીાઈના જોઈન્ટ ડાઈરેક્ટર એ સાઈ મનોહરના નેતૃત્વમાં બ્રિટન રવાના થઈ ગઈ છે. કહેવાય છે કે કોર્ટ માલ્યાના પ્રત્યાર્પણ મામલે સોમવારે પોતાનો ચુકાદો આપી શકે છે.
બ્રિટનની કોર્ટમાં માલ્યાના પ્રત્યાર્પણ માટે ભારતની ખાસ ભલામણ પર સુનાવણી થવાની છે. અત્રે જણાવવાનું કે સીબીઆઈના સ્પેશિયલ ડાઈરેક્ટર રાકેશ અસ્થાના અગાઉ આ કેસનું નેતૃત્વ કરી રહ્યાં હતાં. અત્રે જણાવવાનું કે સુપ્રીમ કોર્ટે વિજય માલ્યાને ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કરવા માટે મુંબઈની એક કોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહીને પડકારતી તેની અરજી પર 7 ડિસેમ્બરા રોજ ઈડીને નોટિસ પાઠવી હતી.
ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ અને જસ્ટિસ સંજય કિશન કૌલની પેનલે વિજય માલ્યાની અરજી પર નોટિસ તો ફટકારી પરંતુ કોર્ટે મુંબઈની વિશેષ કોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહી પર રોક લગાવવાની સ્પષ્ટ ના પાડી દીધી. ઈડીએ સ્પેશિયલ કોર્ટમાં લંડનમાં રહેતા માલ્યાને ભાગેડુ આર્થિક અપરાધી અધિનિયમ, 2018 હેઠળ ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કરવામાં આવ્યો તો તેના પર કેસ ચલાવનારી એજન્સીને તેની સંપત્તિ જપ્ત કરવાનો અધિકાર હોય છે.
આ બાજુ ભાગેડુ વિજય માલ્યાએ બુધવારે કહ્યું કે બ્રિટનથી ભારતમાં પ્રત્યાર્પણ મામલે કાયદો પોતાનું કામ કરશે પરંતુ હું જનતાના રૂપિયા 100 ટકા ચૂકવવા માટે તૈયાર છું. માલ્યા પ્રત્યાર્પણને લઈને બ્રિટનમાં કાયદાકીય લડાઈ લડી રહ્યો છે. તેણે દાવો કર્યો છે કે નેતાઓ અને મીડિયાએ તેને ખોટી રીતે 'ડિફોલ્ટર' તરીકે રજુ કર્યો.
માલ્યાએ કહ્યું કે જનતાના પૈસા સૌથી જરૂરી વસ્તુ છે અને હું 100 ટકા પૈસા ચૂકવવા માટેની રજુઆત કરું છું. હું બેંકો અને સરકારને અનુરોધ કરું છું કે તેઓ આ રજુઆતને સ્વીકાર કરે. માલ્યા પર અનેક બેંકોનું 9000 કરોડ રૂપિયાથી વધારાનું દેવું છે. આ લોન તેની કંપની કિંગફિશર એરલાઈન્સને આપવામાં આવી હતી. માલ્યા માર્ચ 2016માં દેશ છોડીને બ્રિટન જતો રહ્યો હતો.