નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી બાદ થયેલી હિંસાના મામલામાં CBI એ 11 આરોપીઓની ધરપકડ કરી છે. આ ધરપકડ 2 અલગ-અલગ મામલામાં થઈ છે. ધરપકડ કરાયેલા 11 આરોપીઓમાંથી 4 ભારતીય જનતા પાર્ટી  (BJP) ના કાર્યકર્તા છે અને તેના પર તૃણમૂલ કોંગ્રેસ  (TMC) ના કાર્યકર્તાઓની હત્યાનો આરોપ છે. આ બંને મામલા કૂચ બિહાર જિલ્લાના છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભોજન પર બોલાવી કરી હત્યા
પ્રથમ મામલો પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં તૂફાનગંજ પોલીસ સ્ટેશનનો છે. નોંધાયલી એફઆઈઆર પ્રમામે સહીનુર અહમદ અને તેના પાડોશી પ્રસનજીત સાહા ટીએમસીના કાર્યકર્તા હતા. 2 મેએ ચૂંટણી પરિણામ જાહેર થયાના બે દિવસ બાદ એટલે કે 4 મેની રાત્રે 16 નામદાર આરોપી ભાજપના કાર્યકર્તા રામ પાલના ઘરે ભેગા થયા હતા. ત્યારબાદ સહીનુર અને પ્રસનજીતને રાત્રે આશરે 9 કલાકે રામ પાલના ઘરે ભોજન પર બોલાવવામાં આવ્યા હતા. આરોપ છે કે ભોજન બાદ બધા 16 આરોપીઓએ હથિયારો સાથે બંને પર હુમલો કરી દીધો અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા બાદ મકાઇના ખેતરમાં ફેંકી દીધા હતા. આસપાસના લોકોએ બંનેને હોસ્પિટલમાં દાળક કરાવ્યા પરંતુ ત્યારબાદ સહીનુરનું મોત થયુ ત્યારબાદ તેના પિતાએ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. આ મામલામાં કાર્યવાહી કરતા સીબીઆઈએ ચાર આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે બાકી આરોપીઓની તપાસ કરવામાં આવી રહી છે. 


આ પણ વાંચોઃ સ્વિટ્ઝર્લેન્ડમાં પ્રોપર્ટી રાખનારની ખુલશે પોલ, ભારત સરકારને આ મહિને મળશે લિસ્ટ  


નદીની પાસે મળી લાશ
બીજો મામલો કૂચ બિહારના દિનહાટા વિસ્તારનો છે. નોંધાયેલી ફરિયાદ પ્રમાણે 3 મેએ હર્દન રાયને અર્જુન મુંડા નામનો આરોપી પોતાની સાથે લઈ ગયો અને બાદમાં તેની લાશ રાજાઘોડા નદીની પાસે મળી હતી. આ મામલામાં સીબીઆઈએ 7 અન્ય આરોપીઓની ધરપકડ કરી છે. 


હાઈકોર્ટના આદેશ બાદ શરૂ થઈ તપાસ
સીબીઆઈએ પશ્ચિમ બંગાળમાં હિંસા તથા અન્ય અપરાધોના સંદર્ભમમાં કોલકત્તા હાઈકોર્ટના આદેશ પર અત્યાર સુધી 31 કેસ નોંધ્યા છે. સીબીઆઈએ વર્ષ 2021ની ડબ્લ્યૂ પી એ (પી)  142, 143, 144, 145, 146, 147, 148, 149 તથા 167 ના સંદર્ભમાં કોલકત્તા હાઈકોર્ટના 19 ઓગસ્ટ 2021ના જારી આદેશ બાદ વિભિન્ન આરોપો પર પશ્ચિમ બંગાળના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં પહેલાથી નોંધાયેલા કેસ પર તપાસ શરૂ કરી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube