ખોટુ નિવેદન નોંધવાના આરોપમાં સીબીઆઇએ પોતાનાં જ DSPની ધરપકડ કરી
સાક્ષીએ જે દિવસે પોતાનું નિવેદન નોંધાવ્યું તે તારીખે સાક્ષી દિલ્હીમાં જ નહી હોવાનાં પુરાવા સામે આવતા ઉચ્ચે અધિકારીઓએ કાર્યવાહી કરી
નવી દિલ્હી : ખોટુ નિવેદન આપવાનાં આરોપમાં સીબીઆઇએ પોતાનાં જ વિભાગનાં એક DSPની ધરપકડ કરી છે. આરોપી ડીએસપીની ઓળખ દેવેન્દ્ર કુમાર તરીકે થઇ છે. આ કેસ મોઇન કુરેશી સાથે સંકળાયેલો છે. આરોપી ડીએસપી દેવેન્દ્ર સિંહ આ કેસના ઇન્વેસ્ટિગેશન ઓફીસર હતા. તેમના પર આરોપ છે કે તેમને આ કેસમાં સાક્ષી સતીશ શર્માનાં નિવેદનને ખોટી રીતે નોંધ્યું હતું. આ મુદ્દે ખુલાસો થયા બાદ સીબીઆઇએ ડીએસપી દેવેન્દ્ર કુમાર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને તેની ધરપકડ કરી છે.
શું છે સમગ્ર કેસ ?
સીબીઆઇનાં સુત્રો અનુસાર મોઇન કુરૈશીના કેસમાં કલમ 161 હેઠળ સતીશ શનાનું નિવેદન સાક્ષી તરીકે નોંધવાનું હતું. દસ્તાવેજોની તપાસમાં સામે આવ્યું કે આ મુદ્દે તપાસ અધિકારી ડીએસપી દેવેન્દ્ર સિંહે 26 સપ્ટેમ્બર, 2018નાં રોજ સાક્ષી સતીશ શનાનાં નિવેદન દિલ્હીમાં નોંધ્યા છે. જ્યારે તપાસમાં સતીશ શનાએ ખુલાસો કર્યો કે 26 સપ્ટેમ્બર 2018નાં રોજ સતીશ શના દિલ્હીમાં હતો જ નહી. તે દિવસે તે હૈદરાબાદમાં હોવાનાં પુરાવા પણ સીબીઆઇને મળ્યા છે. આરોપી ડીએસપી દેવેન્દ્ર કુમારની વિરુદ્ધ ચાલી રહેલી તપાસમાં ખુલાસો થયો છે કે વાસ્તવિક સતીશ શનાએ એક ઓક્ટોબરે ઇન્વેસ્ટીગેશન જોઇન કર્યું હતું.
સીબીઆઇનાં સ્પેશ્યલ ડાયરેક્ટર પણ છે આ કેસમાં આરોપી
ઉલ્લેખનીય છે કે, આ કેસમાં સીબીઆઇનાં સ્પેશ્યલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના પણ આરોપી છે. આ મુદ્દે સીબીઆઇ પોતાનાં વિભાગનાં સ્પેશ્યલ ડાયરેક્ટર અસ્થાના વિરુદ્ધ 15 ઓક્ટોબરના રોજ ફરિયાદ દાખલ કરી હતી. સ્પેશ્યલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના પર મોઇન કુરેશીના એક કિસ્સામાં લાંચ લેવાનો આરોપ છે. સીબીઆઇના સ્પેશ્યલ ડાયરેક્ટર મનોજ પ્રસાદનાં નિવેદનનાં આધારે નોંધાયેલ કેસમાં દાવો કરવામાં આવ્યો છે કે મોાઇન પર ચાલી રહેલા કેસને રદ્દ કરવા માટે સતીશ શના રૂપિયાની વ્યવસ્થા કરી રહ્યો હતો. લાંચની આ રકમ મનોજ દ્વારા પહોંચાડવાની હતી. આ કેસમાં સીબીઆઇ પહેલા જ મનોજની ધરપકડ કરી ચુ્ક્યો છે.