નવી દિલ્હી : સીબીઆઇનો આંતરિક કલહ વધી રહ્યો છે. એક પછી એક સીબીઆઇ અધિકારીઓ સુપ્રીમ કોર્ટ પહોંચી રહ્યા છે. હવે સીબીઆઇનાં DIG મનીષ કુમાર સિન્હા પોતાની અપીલ મુદ્દે સુપ્રીમ કોર્ટ પહોંચી ચુક્યા છે. સીબીઆઇના સ્પેશ્યલ ડાયરેક્ટર રાકેશ આસ્થાની વિરુદ્ધ તપાસ કરનારા આઇપીએસ અધિકારી મનીષ સિન્હાએ નાગપુરમાં થયેલા પોતાની બદલી વિરુદ્ધ અરજી દાખલ કરી છે. તેમના વકીલે ચીફ જસ્ટિસની કોર્ટમાં મેંશન કરવાની માંગ કરી હતી કે તેમની અરજીને ઝડપથી સાંભાળી લેવામાં આવે પરંતુ સુપ્રીમ કોર્ટે તેમની અરજી અંગે તુરંત જ સુનવણીનો ઇન્કાર કરી દીધો. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડીઆઇજી મનીષ સિન્હાએ પોતાની બદલી વિરુદ્ધ આ અરજીમાં કહ્યું કે, તેમની પાસે ખુબ જ ચોંકાવનારા દસ્તાવેજો છે. જે અંગે તુરંત જ સુનવણી થાય તે જરૂરી છે. આ અંગે ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ તેમ કહેતા ઝડપી સુનવણીનો ઇન્કાર કરી દીધો કે કંઇ પણ ચોંકાવનારૂ નથી. પરંતુ પોતાની અરજીમાં સીબીઆિ અધિકારીઓએ જે દાવા કર્યા છે તે ખુબ જ ચોંકાવનારા છે. 

ડીઆઇજી સિન્હાએ દાવો કર્યો કે, એક રાજ્યમંત્રીએ કેટલાક કરોડ રૂપિયાની લાંચ લીધી. સાથે જ મનીષ સિન્હાએ દાવો કર્યો કે તેમની બદલી રાકેશ અસ્થાનાને મદદ પહોંચાડવાના ઇરાદા સાથે કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે નીરવ મોદીના મુદ્દાની તપાસ ભટકાવવામાં પણ પ્રયાસ કરવામાં આવ્યો. સીબીઆઇ અધિકારી મનીષ સિન્હા પોતાની બદલીને આદેશ રદ્દ કરવા અને રાકેશ અસ્થાનાની વિરુદ્ધ લાગેલા ભ્રષ્ટાચારનાં આરોપોની SIT તપાસની પણ માંગ કરી છે. 

અશ્વિની ગુપ્તાની અરજી અંગે ઝડપી સુનવણીનો ઇન્કાર
સોમવારે તે અગાઉ સુપ્રીમ કોર્ટે સીબીઆઇ અધિકારી અશ્વિની કુમાર ગુપ્તા દ્વારા ઇન્ટેલિજન્સ બ્યૂરોમાં તેના ટ્રાન્સફર કરવામાં પડકાર આપનારા મેન્શનિંગ પર ઝડપથી સુનવણીનો ઇન્કાર કરી દીધો. હાલ બંન્ને અધિકારીઓ લાંબા સમયથી રજા પર છે. અશ્વિની કુમાર ગુપ્તાનું કહેવું છે કે તેઓ સ્ટર્લિંગ બાયોટેક સીબીઆઇ મુદ્દે તપાસ કરી રહ્યા હતા. આ મુદ્દે રાકેશ અસ્થાનાની ભુમિકા શંકાસ્પદ છે. તેમણે આરોપ લગાવ્યો છે કે આ કારણે તેમની બદલી કરી દેવામાં આવી છે.