નવી દિલ્હી: સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટીગેશન (સીબીઆઇ)એ મંગળવારે દેશભરમાં લગભગ 50 દરોડા પાડ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સીબીઆઇએ એક ખાસ અભિયાન અંતર્ગત દેશભરમાં બેંક ફ્રોડ અને કૌભાંડથી જોડાયેલા મામલે 12 રાજ્યોના 18 અલગ અલગ શહેરમાં એક સાથે આ કાર્યવાહી કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, દરડો બાદ આરોપીઓની સામે વિવિધ કંપનીઓ, ફાર્મા, તેમના પ્રમોટર્સ, ડિરેક્ટર્સ અને બેંક અધિકારીઓ સામે 14 કેસ નોંધાયા છે. મળતી જાણકારી અનુસાર બેંકો સાથે છેતરપીંડીના વિવિધ કેસોમાં સીબીઆઇ તરફથી આ કાર્યવાહી કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો:- જો આજે વિજય માલ્યાની અરજી નકારી કાઢવામાં આવે, તો 28 દિવસમાં લાવી શકાય છે ભારત!


વિવિધ કેસોની ફરિયાદ પર કાર્યવાહી કરતા સીબીઆઇએ મંગળવારે એક ખાસ અભિયાન શરૂ કરી દેશમાં એક સાથે 50 જગ્યાઓ પર એકસાથે દરોડા પાડ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, દેશમાં 12 રાજ્યોના 18 શહેરોમાં વિવિધ કેસોમાં સીબીઆઇ તરફથી કાર્યવાહી અંતર્ગત ટીમોને 50 જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. સીબીઆઇના અધિકારીઓએ જણાવ્યું છે કે, બેંક ક્રેડિટના મોટા ડિફૉલ્ટર્સ સામે આ એક મોટી કાર્યવાહી છે. અધિકારીઓએ જમાણાવ્યું કે, દેશભમાં આ કાર્યવાહી મંગળવાર સવારે એકસાથે શરૂ કરવામાં આવી છે.


જુઓ Live TV:-


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...