શ્રીનગર : જમ્મુ કાશ્મીરનાં પુર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સનાં અધ્યક્ષ ફારુક અબ્દુલ્લાને મોટો ઝટકો લાગ્યો છે. ક્રિકેટ એકેડેમી સ્કેમ કેસમાં ફારુક અબ્દુલ્લાની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. સીબીઆઇએ આજે શ્રીનગરમાં મુખ્ય ન્યાયીક મેજીસ્ટ્રેટની સામે તેની વિરુદ્ધ ચાર્જશીટ રજુ કરી. ફારુક અબ્દુલ્લાની વિરુદ્ધ ગુનાહિત કાવત્રા (120બી), 406 અને 409 જેવી કલમો હેઠળ કેસ દાખલ થયો છે. અબ્દુલ્લા સહિત કુલ ચાર લોકોની વિરુદ્ધ આ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. 
આ ગોટાળો 2012માં સામે આવ્યું હતું, જ્યારે જમ્મુ કાશ્મીર ક્રિકેટ એસોસિએશનનાં કોષાધ્યક્ષ મંજૂર વઝીરે એસોસિએશનનાં પૂર્વ અધિકારીઓને મોહમ્મદ સલીમ અને અહેસાન મિર્ઝાની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યાર બાદ સપ્ટેમ્બર, 2015માં હાઇકોર્ટે આ મુદ્દે સીબીઆઇ તપાસનાં આદેશ આપ્યા હતા. આરોપ છે કે એપ્રીલ 2002માં ડિસેમ્બર 2011 દરમિયાન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ જમ્મુ કાશ્મીરમાં ક્રિકેટને ઉત્તેજના આપવા માટે એસોસિએશનને પૈસા ઇશ્યું કર્યા હતા. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આરોપ છે કે 2001થી 2011 વચ્ચે બીસીસીઆઇએ રાજ્યમાં ક્રિકેટને ઉત્તેજન આપવાનાં ઇરાદે  112 કરોડ રૂપિયા મોકલવામાં આવ્યા હતા. આ પૈસામાંથી આશરે 46 કરોડ રૂપિયાનો ગોટાળો કર્યો હતો. જે સમયે આ ગોટાળો ત્યારે થઇ ત્યારે ફારુક અબ્દુલ્લા જમ્મુ કાશ્મીર ક્રિકેટ એશોસિએશનનાં અધ્યક્ષ હતા. 

જાન્યુઆરીમાં થઇ હતી પુછપરછ
ફારુક અબ્દુલ્લા સાથે આ કેસ અંગે સીબીઆઇ અધિકારીઓએ જાન્યુઆરી 2018માં પુછપરછ કરી હતી. તે પહેલા પોલીસ આ મુદ્દે તપાસ કરી રહ્યા છે. જો કે પોલીસ તપાસ સવાલોનાં ઘેરામાં આવ્યા બાદ હાઇકોર્ટે સીબીઆઇને તપાસ સોંપી હતી. ફારુક અબ્દુલ્લા ઉપરાંત જમ્મુ કાશ્મીર ક્રિકેટ એસોસિએશનનાં તત્કાલીન મહાસચિવ સલીમ ખાન, તત્કાલીન કોષાધ્યક્ષ અહેસાન અહેમદ મિર્ઝા અને જે એન્ડ કે બેંકનાં એક્ઝીક્યૂટિવ અધિકારી બશીર અહેમદની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.