લખનઉઃ વરિષ્ઠ રાજનેતા કલ્યાણ સિંહના ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની સાથે જ તેમના માટે નવી મુસિબત આવી ગઈ છે. બાબરી ધ્વંસ કેસમાં સીબીઆઈએ કોર્ટમાં અરજી દાખલ કરીને 87 વર્ષના ભાજપના નેતાને હાજર કરવા માટે અપીલ કરી છે. વાત એમ હતી કે કલ્યાણ સિંહ રાજસ્થાનના રાજ્યપાલ હતા અને તે એક બંધારણિય પદ છે. જેના કારણે સીબીઆઈ તેમના સામે અરજી કરી શકી નહતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યપાલ પદ પરથી નિવૃત્ત થયા પછી સોમવારે કલ્યાણ સિંહ ફરીથી ભાજપમાં જોડાયા હતા. ત્યાર પછી સીબીઆઈએ તેમની સામે અરજી દાખલ કરી છે. આ કેસમાં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, સાધ્વી ઋતંભરા, મહંત નૃત્યગોપાલ દાસ જામીન પર છે. 


દેશમાં ઓટો ક્ષેત્રમાં 20 વર્ષની સૌથી મોટી મંદી, ઓગસ્ટ માસના વેચાણમાં વિક્રમી ઘટાડો 


કોર્ટે અગાઉ જણાવ્યું હતું કે, 1992માં બાબરી મસ્જિદ વિધ્વંસના સમયે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહી ચુકેલા કલ્યાણ સિંહને કેસનો સામનો કરવા માટે આરોપી તરીકે બોલાવી શકાય નહીં, કેમ કે બંધારણની કલમ-361 અંતર્ગત રાજ્યપાલોને બંધારણિય છૂટ મળેલી છે. આ કલમ અંતર્ગત રાષ્ટ્રપતિ અને રાજ્યપાલોને તેમના કાર્યકાળ દરમિયાન અપરાધઇક અને દીવાની બાબતોમાં કોર્ટમાં હાજર થવામાં છૂટ આપવામાં આવેલી છે. કોર્ટ રાષ્ટ્રપતિ કે રાજ્યપાલને સમન્સ ફટકારી શકે નહીં. 


ઉલ્લેખનીય છે કે, 6 ડિસેમ્બર, 1992ના રોજ અયોધ્યામાં વિવાદિત બાબરી મસ્જિદને કારસેવકોએ તોડી પાડી હતી. એ સમયે ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર હતી અને કલ્યાણ સિંહ મુખ્યમંત્રી પદે હતા. તેમ છતાં તેમણે બાબરી મસ્જિદને તુટતાં અટકાવી ન હતી. 


જુઓ LIVE TV...


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....