પટનાઃ Bihar Land For Jobs Scam: બિહરના પૂર્વ મુખ્યમંત્રી લાલૂ પ્રસાદ યાદવ (Lalu Prasad Yadav) ના પરિવારની મુશ્કેલી વધી શકે છે. સીબીઆઈએ આરજેડી પ્રમુખ લાલૂ યાદવ, તેમના પત્ની રાબડી દેવી (Rabri Devi) અને 14 અન્ય વિરુદ્ધ નોકરીના બદલે જમીન કૌભાંડમાં ચાર્જશીટ દાખલ કરી છે. સીબીઆઈએ ચાર્જશીટમાં લાલૂ યાદવ અને તત્કાલીન જીએમને આરોપી બનાવ્યા છે. સાથે લાલૂ પ્રસાદ યાદવના પરિવારના અન્ય સભ્યો પણ શંકાના ઘેરામાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીબીઆઈએ લાલૂ યાદવ, રાબડી દેવી સિવાય તેમની પુત્રી મીસા ભારતી અને 13 અન્ય લોકોને આરોપી બનાવ્યા છે. રેલવેમાં કથિત કૌભાંડ સંબંધિત સીબીઆઈએ 23 સપ્ટેમ્બર, 2021ના પ્રાથમિક તપાસ દાખલ કરી હતી, જેને 18 મેએ એફઆઈઆરમાં બદલી દેવામાં આવી. આ કૌભાંડ 2004થી 2009 વચ્ચે થયું હતું ત્યારે લાલૂ પ્રસાદ યાદવ યુપીએ સરકારમાં રેલ મંત્રી હતા. 


આ પણ વાંચોઃ વંદે ભારત ટ્રેન દોડાવવી મુશ્કેલ, ભેંસ પછી ગાય ટકરાઈ; 2 દિવસમાં બીજો અકસ્માત


નોકરીના બદલે જમીન લેવામાં આવી
આરોપ છે કે લાલૂ યાદવે રેલ મંત્રી રહેતા રેલવે ભરતી કૌભાંડ થયું હતું અને નોકરી લગાવવાના બદલે ઉમેદવારો પાસે જમીન લેવામાં આવી હતી. એજન્સીના જણાવ્યા અનુસાર, રેલવે સત્તાવાળાઓ દ્વારા અયોગ્ય ઉતાવળમાં અરજી કર્યાના ત્રણ દિવસની અંદર ઉમેદવારોની કથિત રીતે ગ્રુપ ડી પોસ્ટ્સ પર અવેજી તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને બાદમાં જ્યારે આ વ્યક્તિઓ અથવા તેમના પરિવારના સભ્યોએ તેમની જમીન લીધી હતી, ત્યારે તેઓને નિયમિત કરવામાં આવ્યા હતા.


શું છે લાલૂ પ્રસાદના પરિવાર પર આરોપ?
સીબીઆઈએ આરોપ લગાવ્યો છે કે રાબડી દેવી અને તેમના પુત્રી મીસા ભારતીના નામ પર જમીન લેવામાં આવી હતી. કેન્દ્રીય એજન્સીએ આરોપ લગાવ્યો છે કે પટનામાં આશરે 1.05 લાખ વર્ગ ફુટની જમીન લાલૂ પ્રસાદ (Lalu Prasad Yadav) ના પરિવારના સભ્યોએ વિક્રેતાઓને રોકડ ચૂકવીને હસ્તગત કરવામાં આવી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube