ICICI Bank Videocon Case: સીબીઆઈએ આઈસીઆઈસીઆઈ બેન્કના પૂર્વ એમડી ચંદા કોચર અને તેના પતિની કરી ધરપકડ
CBI એ 2019માં એફઆઈઆર દાખલ કર્યા બાદ એક નિવેદનમાં કહ્યું હતું કે તે આરોપ લગાવવામાં આવ્યો હતો કે આરોપીઓએ ICICI બેન્ક સાથે છેતરપિંડી માટે ગુનાહિત ષડયંત્રમાં ખાનગી કંપનીઓની કેટલીક લોન મંજૂર કરી હતી.
નવી દિલ્હીઃ Chanda Kochhar Arrested: સીબીઆઈએ કથિત આઈસીઆઈસીઆઈ બેન્ક-વીડિયોકોન લોન છેતરપિંડી કેસમાં આઈસીઆઈસીઆઈ બેન્ક (ICICI Bank) ના પૂર્વ એમડી અને સીઈઓ ચંદા કોચર અને દીપક કોચરની ધરપકડ કરી છે. આ મામલામાં સીબીઆઈએ 2019માં એફઆઈઆર દાખલ કરી હતી.
સીબીઆઈએ ચંદા કોચર, તેમના પતિ અને વીડિયોકોન ગ્રુપના વેણુગોપાલ ધૂની સાથે-સાથે નૂપાવર રિન્યૂએબલ્સ, સુપ્રીમ એનર્જી, વીડિયોકોન ઈન્ટરનેશનલ ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને વીડિયોકોન ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડને આપરાધિક ષડયંત્ર સંબંધિત આઈપીસીની કલમો હેઠળ એફઆઈઆર દાખલ કરી હતી.
3,250 કરોડની લોનમાં અનિયમિતતા દાખવવામાં આવી
એવો આરોપ છે કે વીડિયોકોનના પ્રમોટર વેણુગોપાલ ધૂતે 2012માં આઈસીઆઈસીઆઈ બેન્કથી વીડિયોકોન સમૂહને 3250 કરોડ રૂપિયાની લોન મળ્યા બાદ કથિત રીતે નૂપાવરમાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હતું.
આ પણ વાંચોઃ પૂર્વ સૈનિકો માટે ખુશખબર, સરકારે પેન્શનમાં કર્યો વધારો, જાણો વિગત
2019 માં દાખલ કરી હતી FIR
સીબીઆઈએ 2019માં એફઆઈઆર નોંધ્યા બાદ એક નિવેદનમાં કહ્યું હતું કે આરોપ છે કે આરોપીઓએ આઈસીઆઈસીઆઈ બેંકને છેતરવાના ગુનાહિત કાવતરામાં ખાનગી કંપનીઓને અમુક લોન મંજૂર કરી હતી.
2018 માં CEO નું પદ છોડ્યું હતું
59 વર્ષીય ચંદા કોચરે ઓક્ટોબર 2018માં ICICI બેંકના CEO અને MD પદેથી રાજીનામું આપ્યું હતું. તેના પર આરોપ હતો કે તેણે કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ અને ઓઈલ એન્ડ ગેસ એક્સ્પ્લોરેશન કંપની વીડિયોકોન ગ્રુપની તરફેણ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube