નવી દિલ્હી: હરિયાણાના જમીન કૌભાંડ મામલે પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હૂડ્ડાના પર ગાળિયો કસાઈ રહ્યો છે. આજે આ મામલે સીબીઆઈએ રોહતક સ્થિત પૂર્વ સીએમના ઘર પર દરોડા પાડ્યા છે. આ ઉપરાંત તપાસ એજન્સીએ દિલ્હી-એનસીઆરમાં 30થી વધુ સ્થળો ઉપર પણ દરોડા પાડ્યા છે. આ દરોડાની કાર્યવાહીમાં મોટી સંખ્યામાં સીબીઆઈ ઓફિસરો હાજર છે. હૂડ્ડા પર લેન્ડ ડીલમાં સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રાને ફાયદો પહોંચાડવાનો આરોપ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગણતંત્ર દિવસ પર હુમલાનું કાવતરું! દિલ્હી પોલીસે જૈશના બે આતંકીઓને દબોચ્યા


અત્રે જણાવવાનું કે લેન્ડ ડીલ કેસમાં ફસાયેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રા અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હૂડ્ડા વિરુદ્ધ પણ પોલીસે તપાસમાં ઝડપ વધારી છે. આ મામલે બંને વિરુદ્ધ તપાસ શરૂ કરવાની મંજૂરી ગુરુગ્રામ પોલીસને હરિયાણા સરકાર તરફથી ડિસેમ્બર 2018માં મળી હતી. 


ગુરુગ્રામ પોલીસ કમિશનર કે કે રાવે ડિસેમ્બરમાં જાણકારી આપી હતી કે અમને રાજ્ય સરકાર તરફથી લેન્ડ ડીલમાં વાડ્રા અને હૂડ્ડા વિરુદ્ધ તપાસની મંજૂરી મળી ગઈ છે. આ મામલે તપાસ ચાલુ છે. 


ISROએ વિદ્યાર્થીઓએ બનાવેલો દુનિયાનો સૌથી હળવો સેટેલાઈટ લોન્ચ કરી ઈતિહાસ રચ્યો, PMએ પાઠવ્યા અભિનંદન 


અત્રે જણાવવાનું કે રોબર્ટ વાડ્રા અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હૂડ્ડા પર લેન્ડ ડીલની તપાસ વચ્ચે હાલની હરિયાણા સરકાર આવી હતી. ગુરુગ્રામ પોલીસે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની કલમના કારણે 17એ હેઠળ સપ્ટેમ્બરમાં તપાસની મંજૂરી માટે રાજ્ય સરકારને પત્ર લખ્યો હતો. 


દેશના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...