નવી દિલ્હીઃ CBI registered case against Megha Engineering: ચૂંટણી બોન્ડ યોજનામાં સૌથી વધુ ડોનેશન આપનારના લિસ્ટમાં બીજા સ્થાને રહેલી મેઘા ​​એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના અધિકારીઓ પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે. કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈ તરફથી આ અધિકારીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચારનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કંપની તરફથી રાજકીય પાર્ટીઓને ચૂંટણી બોન્ડ દ્વારા 1200 કરોડ રૂપિયાનું ડોનેશન આપવામાં આવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીબીઆઈએ એનઆઈએસપી માટે 315 કરોડના પ્રોજેક્ટના અમલીકરણમાં કથિત ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા મામલાને લઈને કાર્યવાહી કરી છે. સીબીઆઈએ સ્ટીલ મંત્રાલયના એનએમડીસી આયરન એન્ડ સ્ટીલ પ્લાન્ટના 8 અધિકારીઓ સહિત મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ વિરુદ્ધ આ કેસ દાખલ કર્યો છે.


રિપોર્ટ પ્રમાણે અધિકારીઓએ શનિવારે કહ્યું કે જગદલપુર એકીકૃત સ્ટીલ પ્લાન્ટથી સંબંધિત કાર્યો માટે મેઘા એન્જિનિયરિંગે 174 કરોડ રૂપિયાના બિલોને મંજૂરી આપવામાં લગભગ 78 લાખ રૂપિયાની કથિત લાંચ આપી હતી. FIR માં એનઆઈએસપી અને એનએમડ઼ીસીના આટ અધિકારીઓ અને મેકોનના બે અધિકારીઓને પણ કથિત રીતે ભ્રષ્ટાચાર લેવા માટે સામેલ કરવામાં આવ્યા છે.


આ પણ વાંચોઃ શું રામના ભરોસે ભાજપના રામ જીતી જશે? જાતીય સમીકરણ વિરોધમાં પણ ભાજપને જીતની આશા...


ઈલેક્ટ્રોલ બોન્ડના ડેટા બાદ ચર્ચામાં આવી હતી કંપની
નોંધનીય છે કે તાજેતરમાં ઈલેક્ટોરલ બોન્ડને લઈને મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ ખુબ ચર્ચામાં રહી હતી. હૈદરાબાદની આ ઓછી જાણીતી કંપની મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા રાજકીય પાર્ટીઓને દાન આપનારી બીજી સૌથી મોટી દાનદાતા છે. તેણે નાણાકીય વર્ષ 201-20 અને 2023-2024 વચ્ચે કુલ 966 કરોડ રૂપિયાના બોન્ડ ખરીદ્યા હતા. ચૂંટણી બોન્ડ ખરીદવાના મામલે આ કંપની બીજા સ્થાને રહી હતી.


આ બિન-લિસ્ટેડ ફર્મે ચૂંટણી બોન્ડથી ભાજપને સૌથી વધુ 585 કરોડ રૂપિયાનું ડોનેશન આપ્યું હતું. કંપનીએ બીઆરએસને 195 કરોડ રૂપિયા, ડીએમકેને 85 કરોડ રૂપિયા અને વાઈએસઆરસીપીને 37 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. ટીડીપીને કંપની તરફથી 25 કરોડ તો કોંગ્રેસને 17 કરોડ રૂપિયા મળ્યા હતા.