મુંબઇ: મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ (Anil Deshmukh) ની મુશ્કેલીઓ વધતી જાય છે. સીબીઆઇ (CBI) એ શનિવારે તેમના વિરૂદ્ધ એફઆઇઆર નોંધાવી હતી. મુંબઇના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહ (Param Bir Singh) દ્વારા લગાવવામાં આવેલા ભ્રષ્ટ્રાચારના આરોપોને લઇને સીબીઆઇ (CBI) એ આ પગલું ભર્યું છે. આ ઉપરાંત તપાસ એજન્સીએ મુંબઇમાં ઘણા સ્થળો પર રેડ પાડી છે. આ પહેલાં સીબીઆઇએ દેશમુખ સાથે લગભા 11 કલાક પૂછપરછ કરી હતી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Research માં દાવો: Corona Vaccine ના પ્રથમ ડોઝ બાદ આટલો ઓછો થઇ જાય છે Infection નો ખતરો


શરૂઆતમાં અડગ રહ્યા, પછી આપ્યું રાજીનામું
પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને આરોપ લગાવ્યો હતો કે ગૃહમંત્રી રહેતાં અનિલ દેશમુખે પોલીસ અધિકારીઓને મુંબઇના બાર, રેસ્ટોરેન્ટ અને હોટલ વગેરેથી પૈસા એકઠા કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ સીબીઆઇએ દેશમુખને 14 એપ્રિલના રોજ પૂછપરછ માટે બોલાવ્યા હતા. તમને જણાવી દઇએ કે દેશમુખ શરૂઆતથી જ પોતાના ઉપર લાગેલા આરોપોને નકારી રહ્યા છે. તો બીજી તરફ રાજ્ય સરકારે પણ તેમનો બચાવ કર્યો હતો, પરંતુ સીબીઆઇ તપાસને ધ્યાનમાં રાખતાં દેશમુખે પોતાના પદેથી રાજીનામું આપવું પડ્યું છે. 

DNA ANALYSIS: કોરોના સામે જંગમાં મહત્વપૂર્ણ સાબિત થશે Virafin, જાણો કઇ રીતે કરશે કામ


આખરે શું છે સમગ્ર મામલો?
મુંબઇના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને એક પત્ર લખ્યો હતો, જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે મહારાષ્ટ્રના તત્કાલીન ગૃહમંત્રી અનિલ દેશમુખ ઇચ્છે છે કે પોલીસ અધિકારી બાર અને હોટલ પાસેથી મહિને 100 કરોડ રૂપિયાની વસૂલી કરીને તેમને પહોંચાડે. આ સાથે જ પરમબીર સિંહે બોમ્બે હાઇકોર્ટમાં એક પીઆઇએલ દાખલ કરી હતી. જેમાં તેમણે અનિલ દેશમુખ પર લગાવેલા આરોપો માટે સીબીઆઇ તપાસની માંગ કરી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube