નવી દિલ્હી : ICICI બેંકના પૂર્વ મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) ચંદા કોચરનાં પતિ દીપક કોચર અંગેનાં લોન કેસમાં સીબીઆઇ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ સાથે જ સીબીઆઇએ મુંબઇ અને ઓરંગાબાદમાં વીડિયોકોનની હેડ ઓફીસ પર દરોડા પણ પાડ્યા છે. આ સમગ્ર મુદ્દે ચંદા કોચર વિરુદ્ધ પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે. સીબીઆઇએ આ ફરિયાદ વેણુગોપાલ ધુતનાં વીડિયોકોન ગ્રુપ અને દીપક કોચરની કંપની નૂપાવરની વિરુદ્ધ કરવામાં આવી છે. ફરિયાદ નોંધાયાની સાથે જ સીબીઆઇની ટીમે કુલ 4 સ્થલો પર દરોડા પાડ્યા છે. તેમાં નરીમન પોઇન્ટ ખાતેની વીડિયોકોનની ઓફીસ અને નૂપાવરની ઓફીસમાં સીબીઆઇ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે સમગ્ર મામલો
ICICI બેંક અને વીડિયોકોનનાં શેર હોલ્ડર અરવિંદ ગુપ્તાએ વડાપ્રધાન, રિઝર્વ બેંક અને સેબીને એક પત્ર લખીને વીડિયોકોનનાં અધ્યક્ષ વેણુગોપાલ ધૂત અને આઇસીઆઇસીઆઇનાં સીઇઓ તથા એમડી ચંદા કોચર પર એક બીજાને લાભ પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો. દાવો છે કે ધૂતની કંપની વીડિયોકોને આઇસીઆઇસીઆઇ બેંક પાસેથી 3250 કરોડ રૂપિયાની લોન લીધી હતી અને તેના બદલે ધૂતે ચંદા કોચરનાં પતિ દીપક કોચરની વૈકલ્પીક ઉર્જા કંપની નૂપાવરમાં પોતાનાં પૈસાનું રોકાણ કર્યું હતું. 

આરોપ છે કે આ પ્રકારે ચંદા કોચરે પોતાનાં પતિની કંપની માટે વેણુગોપાલ ધુતને લાભ પહોંચાડ્યો હતો. વર્ષ 2018માં એવો ખુલાસો થયા બાદ ચંદા કોચરે બેંકમાંથી રાજીનામું આપવું પડ્યું હતું. સીબીઆઇએ પહેલા ફેબ્રુઆરી, 2018માં આ મુદ્દે પ્રાથમિક તપાસ (PE) નોંધી હતી. ત્યાર બાદ તેઓ તપાસ એજન્સીએ ફરિયાદ દાખલ કરીને તપાસ ચાલુ કરી દીધી છે. વીડિયોકોન લોન મુદ્દે ચંદા કોચરની ભુમિકા પર પણ સવાલ ઉઠ્યા છે, એવામાં ફરિયાદ નોંધાવા છતા તેમનાં તથા પરિવારની મુશ્કેલી વધી શકે છે.