નવી દિલ્હી : સીબીઆઇ ડાયરેક્ટર આલોક વર્માને અચાનક રજા પર મોકલી દેવાના મામલે દાખલ કરાયેલી અરજી મામલે સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે આજે મહત્વનો ચૂકાદો આપ્યો છે અને 2 સપ્તાહની અંદર આલોક વર્માના કેસમાં સીવીસી તપાસનો આદેશ આપ્યો હોવાનું સામે આવ્યું છે. સાથોસાથ આ મામલે વચગાળાના ડિરેક્ટરને કોઇ પણ નીતિગત નિર્ણય લેવા મામલે પણ મનાઇ ફરમાવવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીબીઆઇ ચીફ આલોક વર્મા અને નંબર ટુ અધિકારી રાકેશ અસ્થાના વચ્ચે થયેલા વિવાદને પગલે કેન્દ્ર સરકાર દ્વારા બંને અધિકારીઓને એકાએક રજા પર ઉતારી દેવાયા હતા. આ મામલે સીબીઆઇ ચીફ આલોક વર્માએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જે મામલે સુપ્રીમ કોર્ટના જજ પટનાયકે સુનાવણી કરતાં મહત્વનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે, આલોક વર્માને રજાઓ મોકલવાના મામલે સીવીસી તપાસ કરવામાં આવે અને છ દિવસમાં રિપોર્ટ જમા કરવામાં આવે. 


આ પણ વાંચો : રાફેલથી ડરેલી સરકારે સીબીઆઇને તોડી : કોંગ્રેસ


આ ઉપરાંત કોર્ટે કહ્યું વચગાળાના ડિરેક્ટર નાગેશ્વર રાવને કોઇ પણ નીતિગત નિર્ણય લેવા મામલે પ્રતિબંધ ફરમાવ્યો છે અને રોજિંદા નિર્ણય મામલે પણ બંધ કવરમાં સુપ્રીમ કોર્ટને અવગત કરવામાં આવે એવી તાકીદ કરવામાં આવી છે. અહીં નોંધનિય છે કે કોર્ટે આલોક વર્માને રજા પર ઉતારી દેવાની પ્રક્રિયા મામલે કોઇ સ્પષ્ટતા કરી ન હતી.