મુંબઈઃ મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહના ગંભીર આરોપોની તપાસ કરી રહેલી સીબીઆઈએ સોમવારે પૂછપરછ માટે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને સમન્સ પાઠવ્યુ છે. તેમને નોટિસ આપી 14 એપ્રિલે બોલાવ્યા છે. આ પહેલા રવિવારે તપાસ એજન્સીએ દેશમુખના અંગત સચિવ સંજીવ પલાન્ડે અને અંગત સહાયક કુંદન શિંદેની પૂછપરછ કરી હતી. પોતાના વિરુદ્ધ સીબીઆઈ તપાસના આદેશ થવા પર દેશમુખે ગૃહમંત્રીના પદેથી રાજીનામુ આપી દીધુ હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે પૂર્વ સીપી પરમબીર સિંહે અનિલ દેશમુખ પર સસ્પેન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર સચિન વાઝે દ્વારા મુંબઈની હોટલો, બારો અને રેસ્ટોરન્ટમાંથી દર મહિને 100 કરોડ વસૂલ કરવાનો આરોપ લગાવ્યો હતો. તે વાતચીત દરમિયાન પલાન્ડે પણ ત્યાં હાજર હતા. તેથી આ મામલામાં પલાન્ડેની ભૂમિકા મહત્વની થઈ જાય છે, ત્યારબાદ તેની પૂછપરછ કરવામાં આવી છે. આ સિવાય કહેવામાં આવી રહ્યું છે કે વાઝેએ  CBIને આપેલા નિવેદનમાં વસૂલી સાથે જોડાયેલી એક અન્ય વાતચીત દરમિયાન કુંદન ત્યાં હાજર હોવાની વાત કહી છે. 


આ પણ વાંચોઃ Covid 19: હવે ઘરેલૂ ફ્લાઇટમાં ભોજન નહીં મળે, વિમાન મંત્રાલયે કર્યો મોટો નિર્ણય


અનેક લોકોની પૂછપરછ કરી ચુક્યુ છે સીબીઆઈ
પૂર્વ સીપીની અરજી પર બોમ્બે હાઈકોર્ટે સીબીઆઈને આ ઘટનાની તપાસ કરવા માટે કહ્યુ છે. તપાસ એજન્સીએ અત્યાર સુધી સવિન વાઝે, પરમબીર સિંહ અને મુંબઈ પોલીસના અનેક અધિકારીઓની પૂછપરછ કરી છે. ઉલ્લેખનીય છે કે સચિન વાઝે ઉપર એન્ટીલિયાની પાસે સ્કોર્પિયો ગાડીમાં જીલેટિનની સ્ટીક રાખવા અને ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ધમકીભર્યો પત્ર લખવા સિવાય મનસુખ હિરેનની હત્યા કરવાનો પણ આરોપ લાગ્યો છે. 


દિલીપ વલસે બન્યા નવા ગૃહમંત્રી
તમને જણાવી દઈએ કે વસૂલી કેસમાં ઘેરાયા બાદ અનિલ દેશમુખે પદ પરથી રાજીનામુ આપી દીધુ હતુ. તેના સ્થાને દિલીપ વલસે પાટિલને ગૃહમંત્રી બનાવવામાં આવ્યા છે. દેશમુખે કહ્યુ હતુ કે હાઈકોર્ટના આદેશનું સન્માન કરતા નૈતિકતાના આધાર પર રાજીનામુ આપી રહ્યા છે. તેમણે સીબીઆઈને તપાસમાં સહયોગ કરવાની પણ વાત કહી હતી. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube