નવી દિલ્હી; પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે શારદા ચિટ ફંડ કૌભાંડમાં પૂછપરછ માટે કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમારને સીબીઆઈ સમક્ષ હાજર થવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે રાજીવ કુમારની ધરપકડ થઈ શકશે નહીં. અત્રે જણાવવાનું કે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સીબીઆઈ વિરુદ્ધ છેલ્લા 3 દિવસથી ધરણા પર બેઠાક છે. સુપ્રીમ કોર્ટનો આ આદેશ તેમના માટે આંચકા સમાન છે. આ સાથે જ રાજ્યના મુખ્ય સચિવ, ડીજીપી અને કોલકાતા પોલીસ કમિશનરને માનહાનિ અરજી પર નોટિસ પણ પાઠવવામાં આવી છે. આ મામલે આગળની સુનાવણી 20 ફેબ્રુઆરીએ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


સીબીઆઈએ કોર્ટમાં આગળ કહ્યું કે વાસ્તવમાં આરોપીઓના કોલ ડિટેલ રેકોર્ડને નોંધવામાં આવ્યો હતો. પરંતુ રાજીવ કુમારે સીબીઆઈને સૈદ્ધાંતિક રીતે કોલ રેકોર્ડ સોંપ્યા છે. કોણ હતું, કોણે બોલાવ્યાં, તેની જાણકારી મીટાવી દીધી છે. સુદિપ્તો સેનના સેલ ફોનને પાછો સોંપી દેવાયો હતો. 


 



સીજેઆઈએ તે અંગે કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે પોલીસ કમિશનર તપાસમાં સહયોગ કરે. તેમણે કહ્યું કે જોવું પડશે કે કેસમાં કયા પુરાવા છે? સીજેઆઈએ કહ્યું કે પોલીસ કમિશનર સીબીઆઈ સામે હાજર થાય. પરંતુ તેમની ધરપકડ ન થાય. સીજેઆઈએ કહ્યું કે સીબીઆઈ પોલીસ કમિશનર રાજીવ કુમારની શિલોંગ પાસે કોઈ નિષ્પક્ષ સ્થાન પર પૂછપરછ કરી શકે છે. આ સાથે જ કોર્ટની અવગણના મામલે પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ, ડીજીપી અને પોલીસ કમિશનર રાજીવ કુમારને નોટિસ પણ મોકલવામાં આવી છે. આ મામલે આગામી સુનાવણી 20 ફેબ્રુઆરીએ થશે.  અત્રે જણાવવાનું કે સુપ્રીમ કોર્ટના 3 જજોની પેનલ દ્વારા આ મામલે સુનાવણી થઈ રહી છે. જેમાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ દીપક ગુપ્તા, જસ્ટિસ ખન્ના છે. 



મમતા બેનર્જીએ સુપ્રીમના ચુકાદાને પોતાની જીત ગણાવી
મમતા બેનર્જીએ સુપ્રીમ કોર્ટના નિર્ણયને પોતાની જીત ગણાવતા કહ્યું કે હું રાજીવ કુમાર માટે નહીં પરંતુ સમગ્ર દેશ માટે લડી છું. આ જીત મને નહીં પરંતુ દેશના બંધારણ અને મીડિયાને મળી છે. મમતા એ કહ્યું કે રાજીવ કુમારે ક્યારેય કહ્યું નથી કે તેઓ તપાસમાં સહયોગ નહીં કરે. આજે દેશના દરેક વર્ગને પરેશાન કરવામાં આવી રહ્યો છે. યોગી આદિત્યનાથના હેલિકોપ્ટરને ઉતરવા નહીં દેવાના સવાલ પર મમતા બેનર્જીએ કહ્યું કે આ આરોપ બિલકુલ ખોટો  છે. 


CBIની અરજીમાં શું ઉલ્લેખ કરાયો છે
સીબીઆઈએ બંગાળના ચીફ સેક્રેટરી, ડીજીપી અને કોલકાતા પોલીસ કમિશનર વિરુદ્ધ દાખલ કરેલી અરજીમાં કહ્યું છે કે અધિકારીઓએ જાણી જોઈને સુપ્રીમ કોરટ્ના આદેશની અવગણના કરી છે. આ બાજુ રવિવાર રાતથી ધરણા પર બેઠેલા મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે જીવ આપી દેવા તૈયાર છું પણ સમાધાન નહીં કરું. આ ધરણાની વચ્ચે જ મમતાએ પોલીસકર્મીઓને સન્માનિત પણ કર્યાં. આ દરમિયાન પોલીસ કમિશનર રાજીવ કુમાર સાથે જ ઊભા હતાં.