CBSE Class 10th Result 2019: જામનગરના આર્યન સહિત 13 વિદ્યાર્થીઓના 500માંથી 499 માર્ક્સ
સીબીએસઈના ધોરણ 10નું પરિણામ જાહેર થઈ ગયું છે. જેમાં આ વખતે કુલ 13 વિદ્યાર્થીઓ ટોપર બન્યાં છે. આ 13 વિદ્યાર્થીઓમાં ગુજરાતના જામનગરનો આર્યન ઝા પણ સામેલ છે.
નવી દિલ્હી: સીબીએસઈના ધોરણ 10નું પરિણામ જાહેર થઈ ગયું છે. જેમાં આ વખતે કુલ 13 વિદ્યાર્થીઓ ટોપર બન્યાં છે. આ 13 વિદ્યાર્થીઓમાં ગુજરાતના જામનગરનો આર્યન ઝા પણ સામેલ છે. દેશભરમાંથી કુલ 13 વિદ્યાર્થીઓના 500માંથી 499 માર્ક્સ આવ્યાં છે. 10માં ધોરણનું કુલ પરિણામ 91.1 ટકા આવ્યું છે. જેમાં ત્રિવેન્દમ રિજનમાં સૌથી વધુ 99.85 ટકા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ પાસ થયા છે. ત્યારબાદ બીજા નંબરે ચેન્નાઈ રિજનમાં 99 ટકા અને ત્રીજા નંબરે અજમેર રિજનમાં 95.89 ટકા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ પાસ થયા છે.
13 વિદ્યાર્થીઓ બન્યા ટોપર
આ વખતે કુલ 13 વિદ્યાર્થીઓના 500માંથી 499 માર્ક્સ આવ્યાં છે. જેમાં જામનગરના આર્યન ઝાનો પણ સમાવેશ શાય છે. આર્યન જામનગરના ધિચડા રિંગ રોડ પર આવેલી નંદવિદ્યા નિકેતન શાળાનો વિદ્યાર્થી છે. જેને ધોરણ 10માં 500માંથી 499 માર્ક્સ આવ્યાં છે.
CBSE Result 2019: Class 10thનું રિઝલ્ટ જાહેર, 91.1 ટકા વિદ્યાર્થીઓ થયા પાસ
દેશના વધુ સમચારો વાંચવા માટે કરો ક્લિક...