નવી દિલ્હીઃ CBSE 12th Board Result 2021 Formula latest update: માધ્યમિક શિક્ષણ બોર્ડ  (CBSE) એ ધોરણ-12નું પરિણામ  (CBSE 12th Board Result 2021) તૈયાર કરવાની ફોર્મ્યુલા નક્કી કરી લીધી છે. બોર્ડે તે માટે 30:30:40 ની ફોર્મ્યુલા અપનાવી છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે કોરોના સંકટને કારણે સીબીએસઈ ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ રદ્દ કરી દેવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક અખબારના રિપોર્ટ પ્રમાણે સીબીએસઈએ પરિણામ માટે ફોર્મ્યુલા નક્કી કરવા માટે 1 સભ્યોની કમિટી બનાવી છે. આ કમિટીએ  30:30:40 ની ફોર્મ્યુલાનું સૂચન કર્યું છે. આ ફોર્મ્યુલા અનુસાર ધોરણ 12ના વિદ્યાર્થીઓના પરિણામમાં 30 ટકા વેઇટેજ 10ના પરિણામનું, 30 ટકા વેઇટેજ ધોરણ 11ના ફાઇનલ પરિણામનું અને 40 ટકા વેઇટેજ ધોરણ-12ના પ્રી-બોર્ડ પરિણામને આપવામાં આવશે. 


આ પણ વાંચોઃ કોવેક્સીનમાં Calf Serum નો ઉપયોગ થાય છે? સરકારે શુ કહ્યું તે ખાસ જાણો 


રિપોર્ટ પ્રમાણે આ કમિટી રિઝલ્ટ  (CBSE Board Result 2021) નક્કી કરવાની ફોર્મ્યુલા વિશે 17 જૂન એટલે કે ગુરૂવારે સુપ્રીમ કોર્ટને માહિતી આપશે. ત્યારબાદ તેની જાહેરાત કરવામાં આવશે. મહત્વનું છે કે 1 જૂને સીબીએસઈ ધોરણ-12ની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારબાદ અનેક રાજ્ય શિક્ષણો બોર્ડે પણ ધોરણ-12ની પરીક્ષા રદ્દ કરી દીધી છે.


ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોના સંકટની અસર વર્ષ 2020-21 ના શૈક્ષણિક સત્ર પર પણ પડી હતી. શાળામાં ફિઝિકલ ક્લાસ શરૂ થઈ શક્યા નહીં. તેના કારણે શાળાઓ વિદ્યાર્થીઓનું આંતરિક મૂલ્યાંકન પણ કરી શકી નહીં. તેવામાં કમિટીએ 30:30:40 ની ફોર્મ્યુલા અપનાવી છે. તેમાં ઇન્ટરનલ પરફોર્મંસને મહત્વ આપવામાં આવ્યું નથી. 
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube