નવી દિલ્હી: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) એ આજે 12માં ધોરણના વિદ્યાર્થીઓના પરિણામ તૈયાર કરવાનો ફોર્મ્યુલા સુપ્રીમ કોર્ટમાં રજુ કરી દીધો છે. બોર્ડે જણાવ્યું કે આ માટે 30:30:40 ફોર્મ્યુલાને આધાર બનાવવામાં આવશે અને પરિણામ તૈયાર કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે આ 30:30:40 ફોર્મ્યુલા?
બોર્ડે જણાવ્યું કે 30:30:40 ફોર્મ્યુલા હેઠળ ધોરણ 10ના બોર્ડના પરિણામના આધારે 30 ટકા માર્ક્સ, 11માં ધોરણના આધારે 30 ટકા માર્ક્સ અને 12માં ધોરણની પ્રી બોર્ડના આધારે 40 ટકા માર્ક્સ અપાશે. બોર્ડની વેબસાઈટ cbse.nic.in ઉપર પણ તમને આ અંગે વધુ વિગતો મળી રહેશે. 


ધોરણ-12: યુનિટ ટેસ્ટ, મીડ ટર્મ અને પ્રી બોર્ડ એક્ઝામના પરફોર્મન્સના આધારે માર્ક્સ મળશે. જેનું વેટેજ 40 ટકા રહેશે. 


ધોરણ-11: ફાઈનલ પરીક્ષામાં તમામ વિષયોના થિયરી પેપરના પરફોર્મન્સના આધારે માર્ક્સ મળશે. જેનું વેટેજ 30 ટકા રહેશે. 


ધોરણ-10: મુખ્ય 5 વિષયોમાંથી ત્રણ વિષયોના થિયરી પેપરના પરફોર્મન્સના આધારે માર્ક્સ મળશે. આ ત્રણ વિષય એવા હશે જેમાં વિદ્યાર્થીઓનું પરફોર્મન્સ સૌથી સારું હશે. તેનું વેટેજ પણ 30 ટકા રહેશે. 


ક્લાસ 12માં જે પણ પ્રેક્ટિકલ પરીક્ષાઓ અને ઈન્ટરનલ અસેસમેન્ટ તમે આપ્યા હશે તેમાં તમને મળેલા માર્ક્સ જ શાળા સીબીએસઈના પોર્ટલ પર અપલોડ કરશે. શાળા ગત વર્ષોમાં બોર્ડ એક્ઝામ્સમાં પોતાના પરફોર્મન્સના આધાર પર જ માર્ક્સ આપી શકે છે. એટલે કે રેફરન્સ યરનો નિયમ લાગૂ થશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube