CBSE નું ધોરણ 12નું પરિણામ જાહેર, ડાઈરેક્ટ લિંકથી આ રીતે કરો પરિણામ ચેક
ધોરણ 12ના પરિણામમાં આ વખતે વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે. પરિણામ કેવી રીતે ચેક કરશો તે માટેની જાણો વિગતો...
CBSE 12th Result 2022: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) એ વિદ્યાર્થીઓના લાંબા ઈન્તેજારને ખતમ કરતા પરિણામ જાહેર કરી દીધુ છે. વિદ્યાર્થીઓ ડિજિલોકરથી પરિણામ ચેક કરી શકે છે. આ વખતે પણ વિદ્યાર્થીનીઓએ બાજી મારી લીધી છે. પરીક્ષામાં 94.54 ટકા વિદ્યાર્થીઓનીઓ અને 91.25 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. જવાહર નવોદય વિદ્યાલયનું પરિણામ 98.93 ટકા છે. જ્યારે કેન્દ્રીય વિદ્યાલયનું પરિણામ 97.04 ટકા રહ્યું છે. આ વર્ષે પણ પરિણામમાં તમામ ઝોનમાં ત્રિવેન્દમ ટોપ પર રહ્યુ છે. ધોરણ 10નું પરિણામ પણ આજે જ જાહેર થઈ શકે છે.
અત્રે જણાવવાનું કે સીબીએસઈ બોર્ડ પરિણામને લઈને વિદ્યાર્થીઓ લાંબા સમયથી અનિશ્ચિતતાની સ્થિતિ સામે ઝઝૂમી રહ્યા હતા. પરીક્ષા નવેમ્બર-ડિસેમ્બર 2021માં આયોજિત સીબીએસઈ ટર્મ 1 બોર્ડ પરીક્ષા MCQ ફોર્મેટમાં થઈ હતી. આ પરીક્ષામાં બહુવિકલ્પીય પ્રશ્યન આવ્યા હતા. જ્યારે ટર્મ પરીક્ષામાં ડિસ્ક્રિપ્ટિવ અને કેસ આધારિત પ્રશ્નો પૂછાયા હતા. બોર્ડે ટર્મ 1ના પરિણામમાં માત્ર વિદ્યાર્થીઓને પાસ, ફેલ કે એસેન્શિયલ રિપિટ અંગે જ જાણકારી આપી હતી. જ્યારે પરીક્ષાના ફાઈનલ પરિણામ હવે ટર્મ 2 ના પરિણામ સાથે જાહેર થયા છે.
આ રીતે કરો ચેક
- સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઈટ digilocker.gov.in પર જાઓ.
- હવે આધાર નંબર અને માંગેલી જાણકારી સબમિટ કરી લોગઈન કરો.
- ' CBSE 12th results 2022' ફાઈલ પર ક્લિક કરો.
- હવે તમારી સ્ક્રીન પર માર્કશીટ જોવા મળશે. તેને ચેક કરો અને ડાઉનલોડ કરી લો.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube