નવી દિલ્હી : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા 12મા ધોરણનું પરિણામ જાહેર કરી દીધું છે. આ વર્ષે 12ની પરીક્ષામાં કુલ 83.01 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. ગાઝિયાબાદની મેઘના શ્રીવાસ્તવે 500માંથી 499 અંક માર્ક મેળવીને ટોપ કર્યું છે. સૌથી વધારે સફળતા તિરુવનંતપુરના વિદ્યાર્થીઓને (97.32%) મળી છે. ચેન્નાઈના 93.87 ટકા વિદ્યાર્થીઓ તેમજ દિલ્હીના 89 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.cbse.nic.in પર ચેક કરી શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્રણ મોટી ભુલ જેણે ગોવિંદાને બનાવી દીધો હીરોમાંથી ઝીરો


CBSEની 12મા ધોરણની પરીક્ષા 5 માર્ચથી 13 એપ્રિલ, 2018 વચ્ચે યોજવામાં આવી હતી. આ વર્ષે 10 અને 12 ધોરણના કુલ 28 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષામાં ભાગ લીધો હતો. આ વખતે 12મા ધોરણના પરિણામ માટે CBSEએ ગૂગલ સાથે પણ કરાર કર્યો છે. ગૂગલના સર્ચ પેજ પર આ પરિણામ અને એના વિશેની જાણકારી યુઝરને મળી શકે છે. 


આવી રીતે ચેક કરો પરિણામ


  • સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ની ઓફિશિયલ વેબસાઇટ cbse.nic.in પર જાઓ

  • વેબપેજ પર એડમિટ કાર્ડની વિગતો નાખી સબમિટ કરો

  • રિઝલ્ટ ઓનલાઇન દેખાશે. પ્રિન્ટઆઉટ કાઢીને ભવિષ્ય માટે સુરક્ષિત કરી લો.


ગૂગલ પર ચેક કરો પરિણામ


  • સૌથી પહેલાં www.google.com પર જાઓ

  • હવે 'CBSE results' અથવા 'CBSE class 12 results' વર્ડથી સર્ચ કરો

  • રિઝલ્ટ સર્ચ વિન્ડો દેખાશે. અહીં તમારો રોલ નંબર અને જન્મતારીખ નાખો

  • વિગતો નાખીને રિઝલ્ટ ચેક કરો


આ સિવાય તમે ઇન્ફોર્મેટિક સેન્ટરથી રિઝલ્ટ વિશે માહિતી મેળવી શકો છો. દિલ્હીમાં રહેતા વિદ્યાર્થી સીબીએસઇના નંબર 24300699 પર કોલ કરીને તેમજ દેશના બીજા વિસ્તારમાં રહેતા લોકો 011-24300699 પર કોલ કરીને પરિણામ વિશે જાણકારી મેળવ શકશે.  એસએમએસથી જાણકારી મેળવવા માટે મોબાઇલ નંબર 7738299899 પર એસએમએસ કરવો પડશે. આ માટે એસએમએસમાં cbse12 <rollno> <sch no> <center no> લખીને 7738299899 પર મોકલવાનો રહેશે.