CBSE Exam આજથી, 26 રાજ્યમાં 38 લાખ બાળકો 191 વિષયની પરીક્ષા આપશે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
CBSE Exam: સીબીએસઈએ પ્રેસ નોટ જાહેર કરીને કહ્યું કે ધોરણ-10માં 21.8 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. સીબીએસઈ બોર્ડ પરીક્ષા 2023 પર ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે આ વર્ષે કુલ 38 લાખ વિદ્યાર્થીઓ ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષા આપશે. ધોરણ-10માં 21.8 લાખ વિદ્યાર્થીમાં 9.39 લાખ વિદ્યાર્થિનીઓ છે.
CBSE Exam: કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડે ધોરણ 10 અને 12ની પરીક્ષાની તારીખની જાહેરાત કરી દીધી છે. સીબીએસઈએ કહ્યું કે 10મા ધોરણની પરીક્ષા 15 ફેબ્રુઆરી એટલે કે આજથી અને ધોરણ 12ની પરીક્ષા પણ આજથી જ શરૂ થશે. બધી પરીક્ષા 5 એપ્રિલ સુધી પૂરી થઈ જશે.
કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે:
સીબીએસઈએ પ્રેસ નોટ જાહેર કરીને કહ્યું કે ધોરણ-10માં 21.8 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. સીબીએસઈ બોર્ડ પરીક્ષા 2023 પર ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે આ વર્ષે કુલ 38 લાખ વિદ્યાર્થીઓ ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષા આપશે. ધોરણ-10માં 21.8 લાખ વિદ્યાર્થીમાં 9.39 લાખ વિદ્યાર્થિનીઓ છે. જ્યારે 12.4 લાખ વિદ્યાર્થી ઉમેદવાર છે. 10 વિદ્યાર્થીઓએ અન્ય શ્રેણીનો વિકલ્પ પસંદ કર્યો છે. 10મા ધોરણની સરખામણીમાં ધોરણ-12 માટે રજિસ્ટર્ડ ઉમેદવારોની સંખ્યા ઓછી છે. કેમ કે આ વર્ષે બોર્ડ પરીક્ષા માટે 16.9 લાખ ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આ 16 લાખ ઉમેદવારોમાં 7.4 લાખ વિદ્યાર્થિનીઓ છે, જ્યારે 9.51 લાખ વિદ્યાર્થી છે. 5 બાળકોએ અન્ય શ્રેણી માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
ભાજપે એક કાંકરે અનેક પક્ષીઓ માર્યા, જૂથવાદ દૂર કરવાનો માસ્ટરપ્લાન
Video: રેતાળ મેદાનમાં બાળકીનો 360 ડિગ્રી શોટ, જોઈને લોકો મોઢામાં આંગળા નાખી ગયા...
VIDEO: ટેરેસ પર છોકરી છોકરો કરી રહ્યા હતા આ કામ, મમ્મી એ આવીને ખેલ બગાડ્યો, પછી...'
26 રાજ્યમાં લેવાશે પરીક્ષા:
CBSE દ્વારા આ પરીક્ષા દેશના 7200થી વધારે કેન્દ્ર અને દેશના 26 રાજ્યમાં લેવામાં આવશે.
કુલ 191 વિષયની પરીક્ષા:
ધોરણ 10ની પરીક્ષા 16 દિવસમાં 76 વિષય માટે લેવામાં આવશે. અને 21 માર્ચ સુધી પૂરી થઈ જશે. જ્યારે ધોરણ-12 માટેની પરીક્ષા 115 વિષયમાં 36 દિવસ સુધી ચાલશે. 5 એપ્રિલે પૂર્ણ થનારી પરીક્ષાને જોઈએ તો કુલ મળીને સીબીએસઈમાં 191 વિષયની પરીક્ષા લેવામાં આવશે.
ChatGPT પર રોકનો પ્રયાસ:
પરીક્ષાની પહેલાં સીબીએસઈએ વિદ્યાર્થીઓને ઈલેક્ટ્રોનિક સાધનોના ઉપયોગ સામે પણ ચેતવણી આપી છે. જેમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત ચેટ જીપીટી માટે ઉપકરણોનો ઉપયોગ નહીં કરી શકાય. સીબીએસઈએ કહ્યું કે પરીક્ષા નિયંત્રકનો દરેક શક્ય પ્રયાસ છે કે પરીક્ષાના સુચારુ આયોજન માટે કોઈપણ અયોગ્ય સાધનોનો ઉપયોગ ન કરવામાં આવે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube