CBSE Board Exams 2021: બોર્ડ પરીક્ષા અંગે CBSE ની મોટી જાહેરાત, એક્ઝામ પેટર્નમાં થયો આ ફેરફાર
સીબીએસઈ હાલ પહેલા ફેઝની પરીક્ષાઓની ડેટશીટ તૈયાર કરી રહ્યું છે જે જલદી જાહેર કરાશે.
નવી દિલ્હી: આ વર્ષે CBSE 10મા ધોરણ અને 12મા ધોરણની બોર્ડ પરીક્ષા બે તબક્કામાં થશે. આ સાથે જ એક્ઝામના ફોર્મેટમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. 10મું ધોરણ અને 12માં ધોરણની પરીક્ષામાં આ વખતે સબ્જેક્ટિવ પ્રશ્ન નહીં હોય, 90 મિનિટની ઓબ્જેક્ટિવ પરીક્ષા હશે. આ સાથે જ હવે પરીક્ષા ઓફલાઈન થશે.
ઓફલાઈન થશે પરીક્ષા
સીબીએસઈ દ્વારા અપાયેલી જાણકારી મુજબ દસમા અને બારમા ધોરણના પહેલા તબક્કાની બોર્ડની પરીક્ષાઓ ઓફલાઈન આયોજિત થશે. 18 ઓક્ટોબરના રોજ પરીક્ષાની ડેટ જાહેર કરાશે. 10મા અને 12માં ધોરણની પહેલા ટર્મ-1ની બોર્ડ પરીક્ષામાં ઓબ્જેક્ટિવ પ્રશ્ન પૂછવામાં આવશે, આ માટે 90 મિનિટનો સમય આપવામાં આવશે.
ડેટશીટ જલદી જાહેર કરાશે.
સીબીએસઈ હાલ પહેલા ફેઝની પરીક્ષાઓની ડેટશીટ તૈયાર કરી રહ્યું છે જે જલદી જાહેર કરાશે. વિદ્યાર્થીઓની સુવિધાને જોતા સીબીએસઈ ફર્સ્ટ ટર્મની પરીક્ષાઓ માટે દેશભરના વિદ્યાર્થીઓ માટે લચીલો કાર્યક્રમ લઈને આવશે. ફર્સ્ટ ટર્મની બોર્ડ પરીક્ષા 8 સપ્તાહના લાંબા શેડ્યૂલમાં લેવામાં આવી શકે છે. જલદી સીબીએસઈ બોર્ડ ફર્સ્ટ તર્મની બોર્ડ પરીક્ષાઓની ડેટશીટ જાહેર કરશે.
માર્કિંગ સ્કીમ બહાર પડી ચૂકી છે
બે ફેઝમાં બોર્ડ પરીક્ષાની સાથે જ આ વખતે 10માં અને 12માં ધોરણની ઈન્ટરનલ માર્કિંગ અને પ્રેક્ટિકલ પણ બે ભાગમાં લેવામાં આવશે. બોર્ડ અગાઉ માર્કિંગ સ્કીમ અને શેડ્યૂલ જાહેર કરી ચૂક્યું છે. 10મા ધોરણના 20 નંબરોના ઈન્ટરનલ માર્કિંગને દસ દસ નંબરમાં વહેંચવામાં આવશે. જ્યારે 12માં ધોરણ માટે 15-15 અંકોના બે ભાગોમાં વહેંચવામાં આવી રહ્યા છે. 12માં ધોરણ માટે કુલ 30 માર્કની પ્રેક્ટિકલ 15-15 માર્કના બે ફેઝમાં લેવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube