CBSE 12th Result 2021: આજે આ સમયે જાહેર થશે CBSE નું ધોરણ 12નું પરિણામ, જાણો કેવી રીતે કરી શકો ચેક
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 12 (CBSE Class 12th Result) નું રિઝલ્ટ આજે બપોરે 2 વાગે જાહેર થશે.
નવી દિલ્હી :કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 12 (CBSE Class 12th Result) નું રિઝલ્ટ આજે બપોરે 2 વાગે જાહેર થશે. વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ સીબીએસઈ બોર્ડની અધિકૃત વેબસાઈટ cbseresults.nic.in કે cbse.gov.in પર ચેક કરી શકશે. આ વાતની જાણકારી CBSE એ ટ્વીટ કરીને આપી.
આ ફોર્મ્યૂલા પર તૈયાર કરાયું છે પરિણામ
CBSE ધોરણ 12નું પરિણામ 30:30:40 ના ફોર્મ્યૂલના આધારે તૈયાર કરાયું છે. જેમાં ધોરણ 10ના અને ધોરણ 11ના માર્ક્સને 30-30 ટકા વેટેજ અને ધોરણ 12ના ઈન્ટરનલ પરીક્ષાને 40 ટકા વેટેજ અપાયું છે. વિદ્યાર્થીઓના ધોરણ 10ના 5માંથી 3 બેસ્ટ પેપર્સના માર્ક્સ લેવાયા છે. એ જ રીતે ધોરણ 11ના પણ બેસ્ટ 3 પેપર્સના માર્ક્સ લેવાયા છે. જ્યારે ધોરણ 12માં વિદ્યાર્થીઓના યુનિટ, ટર્મ અને પ્રેક્ટિકલ એક્ઝામના માર્ક્સ લેવામાં આવ્યા છે. જે વિદ્યાર્થીઓ પરિણામથી સંતુષ્ટ ન હોય તેઓને પરીક્ષા આપવાની તક અપાશે. જો કે આ માટે કોરોના વાયરસની સ્થિતિ સામાન્ય થાય તેની રાહ જોવી પડશે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube