Fact Check: આજે છે CBSE ધોરણ 12નું પરિણામ? વાયરલ થઈ રહેલ દાવાનું જાણો સત્ય
Fact Check: સોશિયલ મીડિયા પર કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) નો એક લેટર વાયરલ થઈ રહ્યો છે. જેમા દાવો કરાયો છે કે મંગળવારે બોર્ડ 12માં ધોરણના પરિણામ જાહેર કરશે. બોર્ડે આ લેટરને હવે ફેક ગણાવ્યો છે.
નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) નો એક લેટર વાયરલ થઈ રહ્યો છે. જેમા દાવો કરાયો છે કે મંગળવારે બોર્ડ 12માં ધોરણના પરિણામ જાહેર કરશે. બોર્ડે આ લેટરને હવે ફેક ગણાવ્યો છે.
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડના લેટરપેડ પર 22 જાન્યુઆરીની તારીખનો સર્ક્યુલર વાયરલ થયો છે. જેમાં કહેવાયું છે કે CBSE એ એચઆરડી મિનિસ્ટ્રી સાથે વાતચીત કર્યા બાદ 12મા ધોરણના પરિણામ જાહેર કરવાનો નિર્ણય લીધો છે. 12મા ધોરણના પરિણામ જાહેર થવાની તારીખ 25-1-22 બપોરે 2 વાગ્યાની છે. પરિણામો માટે કેન્ડિડેટ્સે પોતાના એજ્યુકેશન સેન્ટરને ફોલો કરવું જોઈએ.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube