નવી દિલ્હી : કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) એ એસસી/એસટીના વિદ્યાર્થીઓ માટેની પરિક્ષા ફીમાં વધારો કર્યો છે. હવે તેમને 50નાં બદલે 1200 રૂપિયા શુલ્ક ચુકવવું પડશે. અનુસૂચિત જાતી (SC) અને અનુસૂચિત જનજાતી (ST) વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષા શુલ્કમાં 24 ગણો વધારો કરવામાં આવ્યો છે. સ્પષ્ટ છે કે આ વધારા અંગે હોબાળો થાય તે સહજ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

VIDEO: અફવા ફેલવાનારા લોકોને પોલીસ અધિકારીનો મુંહતોડ જવાબ, આપ્યો પુરાવો
સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓનાં શુલ્કમાં બે ગણો વધારો કરવામાં આવ્યો છે. હવે તેને 750 રૂપિયાનાં બદલે 1500 રૂપિયા ચુકવવાં પડશે. 10માં બોર્ડ પરીક્ષા માટે વિદ્યાર્થીઓને 9માં ધોરણમાં અને 12માં બોર્ડની પરીક્ષા માટે 11માં ધોરણમાં નોંધણી કરાવવાની હોય છે. 


Exclusive: બોર્ડર પર કોઇ ગોટાળો કર્યો તો અમે પાક.માં અડધે સુધી પહોંચી જઇશું: સત્યપાલ મલિક
પાક. બાદ હવે આ દળ કલમ 370 મુદ્દે ધુંધવાયું, ભારત પર કરી શકે છે હુમલો
પહેલા વધારાના વિષય માટે શુલ્ક નથી વસુલવામાં આવતું.
એક અધિકારીએ જણાવ્યું કે, 12માં બોર્ડની પરીક્ષામાં વધારાનાં વિષય માટે એસસી-એસટી વિદ્યાર્થીઓને 300 રૂપિયા વધારે ચુકવવા પડશે. પહેલા વધારાનાં વિષય માટે આ વર્ગોનાં વિદ્યાર્થીઓ સાથે કોઇ શુલ્ક વસુલવામાં નથી આવતું. સામાન્ય વર્ગનાં વિદ્યાર્થીઓને પણ વધારાના વિષય માટે 150 રૂપિયાનાં બદલે હવે 300 રૂપિયા ફી વસુલવામાં આવશે.


ન કાશ્મીરી યુવતી જોઇએ ન કોઇ મકાન, બસ કોઇ જવાન શહીદ ન થાય: પુનિયાનું ભાવુક ટ્વીટ
દિવ્યાંગ વિદ્યાર્થીઓને છુટ
અધિકારીઓએ કહ્યું કે, શત પ્રતિશત દ્રષ્ટિ બાધિત વિદ્યાર્થીઓને સીબીએસઇ પરીક્ષા શુલ્કમાંથી છુટ આપવામાં આવી છે. જો કે જે વિદ્યાર્થીઓ અંતિમ તારીખ પહેલા નવા દર અનુસાર શુલ્ક જમા નહી કરે તેમની નોંધણી નહી થાય અને તેમને 2019-20ની પરિક્ષામાં બેસવા માટેની પરવાનગી નહી હોય.


તિરુપતિ મંદિરમાં ચાલુ થયું દેવસ્થાનમ પવિત્રોત્સવમ, દર્શન માટે ભક્તોની લાઇન
માઇગ્રેશન ફી 150 થી વધારીને 350 રૂપિયા
માઇગ્રેશ ફી પણ 150 રૂપિયાથી વધારીને 350 કરી દેવામાં આવી છે. વિદેશ ખાતે સીબીએસઇની શાળામાં ભણી રહેલા વિદ્યાર્થીઓને હવે પાંચ વિષયોના બોર્ડ પરીક્ષા શુલ્ક રીતે 10 હજાર રૂપિયા ચુકવવા પડશે. પહેલા આ રકમ પાંચ હજાર રૂપિયા હતી. 12 બોર્ડ પરીક્ષામાં વધારાના વિષયો માટે આ શ્રેણીના વિદ્યાર્થીઓને હવે 1000 રૂપિયાનાં બદલે 2000 રૂપિયા શુલ્ક ચુકવવું પડશે.