નવી દિલ્હી : કેન્દ્રિય માધ્યમિક શિક્ષણ બોર્ડ (સીબીએસઇ)એ સોમવારને 4થી જૂનના રોજ નીટ પરીક્ષાના પરિણામની જાહેરાત કરી છે. દેશભરમાં મેડિકલ અને ડેન્ટલ કોલેજોમાં પ્રવેશ માટે આ પરીક્ષા લેવામાં આવે છે. આ પરિણામ સત્તાવાર વેબસાઇટ cbseneet.nic.in અને cbseresults.nic.in પર જોઇ શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કલ્પના કુમારીએ 99.99 % સાથે સમગ્ર દેશમાં ટોપ કર્યું છે. કલ્પનાએ ભૌતિકશાસ્ત્રમાં 180માંથી 171, રસાયણશાસ્ત્રમાં 180માંથી 160, જીવવિજ્ઞાનમાં 360માંથી 360 ગુણ સાથે કુલ 720 ગુણમાંથી 691 ગુણ પ્રાપ્ત કર્યા છે.


કેન્દ્રિય માધ્યમિક શિક્ષણ બોર્ડના અન્ય ન્યૂઝ માટે ક્લિક કરો