નવી દિલ્હી: CBSE Class 12th Results 2019, સીબીએસઈ બોર્ડ તરફથી ધોરણ 12ના પરિણામ જાહેર કરી દેવાયા છે. બોર્ડ તરફથી પહેલા ધોરણ 12ના પરિણામ જાહેર કરાયા. આ અગાઉ મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો હતો કે સીબીએસઈ 10મા અને 12મા ધોરણના પરિણામો મે મહિનાના ત્રીજા અઠવાડિયામાં એક સાથે બહાર પાડશે. વિદ્યાર્થીઓ અને વાલીઓ 12માં ધોરણના પરિણામ જાણવા માટે સીબીએસઈની અધિકૃત વેબસાઈટ cbseresults.nic.in અને results.nic.in પર જોઈ શકે છે. વર્ષ 2018 માં ધોરણ 12નું પરિણામ 26મી મેના રોજ બહાર પાડવામાં આવ્યું હતું. જેને જોતા આ વખતે પરિણામ જલદી જાહેર થઈ ગયું. ધોરણ 12ના પરિણામોમાં 83.4 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. બોર્ડના ચેરમેન અનીતા કરવાલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે આ વખતે રેકોર્ડ 28 દિવસમાં પરિણામ જાહેર કરાયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

UPની હંસિકા અને કરિશ્માએ કર્યું ટોપ, ઓવરઓલ રિઝલ્ટમાં પણ છોકરીઓએ બાજી મારી
આ વખતે પરિણામોમાં છોકરીઓએ બાજી મારી છે. બે છોકરીઓએ દેશભરમાં ટોપ કર્યું છે. બંને ટોપર ઉત્તર પ્રદેશના છે. પહેલી ટોપર હંસિકા શુક્લા છે જેણે 499 માર્ક્સ મેળવ્યાં છે અને તે ડીપીએસ મેરઠ રોડ ગાઝિયાબાદની વિદ્યાર્થીની છે. જ્યારે બીજી ટોપર કરિશ્મા અરોરા છે અને તેણે પણ 499 માર્ક્સ મેળવ્યા છે. તે ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર સ્થિત એસડી પબ્લિક સ્કૂલની વિદ્યાર્થીની છે. 


આ વખતે 12માં ધોરણના પરિણામોમાં કુલ 83.4 ટકા પાસિંગ ટકાવારી છે. જેમાં છોકરીઓની ટકાવારી 88.70 ટકા જ્યારે છોકરાઓની 79.4 ટકા પાસિંગ ટકાવારી છે. સીબીએસઈએ ગુરવારે 3 રીજનના પરિણામ જાહેર કર્યાં. આ વખતે ત્રિવેન્દમ રીજનમાં 98.2 ટકા વિદ્યાર્થીઓ, ચેન્નાઈમાં 92.93 ટકા અને દિલ્હીમાં 91.87 ટકા વિદ્યાર્થીઓને સફળતા મળી છે.


અહીં જોઈ શકો છો પરિણામ
સીબીસએસઈના પરિણામો તમે અધિકૃત વેબસાઈટ ઉપરાંત અન્ય અનેક પ્લેટફોર્મ પર જોઈ શકો છો. જે તમે ગૂગલ, રિઝલ્ટ વેબસાઈટ, અને સરકારી મોબાઈલ એપ ઉપર પણ જોઈ શકો છો. વર્ષ 2019માં આયોજિત પરીક્ષામાં 3114831 વિદ્યાર્થીઓ હતાં. જેમાંથી 1827472 વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 1287359 વિદ્યાર્થીઓ ધોરણ 12ના છે. સૌથી વધુ વિદ્યાર્થીઓ ઉત્તર પ્રદેશ અને સૌથી વધુ વિદ્યાર્થીનીઓ દિલ્હીની છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...