નવી દિલ્હી : રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદીમિર પુતિનની ભારત યાત્રાનાં પ્રથમ કલાકમાં જ વડાપ્રધાન મોદીની અધ્યક્ષતાવાલી સુરક્ષા કેબિનેટ કમિટીએ રશિયા પાસેથી ચાર યુદ્ધ જહાજ ખરીદવાનાં સોદાને મંજુરી આપી દીધી છે. આ ચાર યુદ્ધ જહાજોમાંથી બે જહાજ રશિયન કંપની યાંતાર શિપયાર્ડ બનાવશે. જ્યારે બે ભારતની ગોવા શિપયાર્ડ લિમિટેડ (જીએસએલ) કંપની તૈયાર કરશે. ઉલ્લેખનીય છે કે, ભારત અને રશિયા વચ્ચે વર્ષ 2016માં આંતર સરકારી સમજુતી હેઠળ ચાર યુદ્ધ જહાજની ખરીદી પર સમજુતી થઇ હતી. ભારતીય નૌસેનાને ચાર યુદ્ધ જહાજ આગામી સાત વર્ષમાં મળી જશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે ઉલ્લેખનીય છે કે, નૌસેનામાં ત્રણ ક્રિવાક/તલવાર ક્લાસ અને ત્રણ ટેગ ક્લોગ યુદ્ધ જહાજ છે, જેને 2003થી 2013 વચ્ચે નૌસેનામાં સમાવેશ કરવામાં આવ્યો હતો. 3620 ટન વજનની એડમિરલ ગ્રિગોરોવિચ ક્લાસ રશિયા દ્વારા ભારતીય નૌસેના માટે નિર્મિત ક્રિવાક/તલવાર ક્લાસ ફ્રિગેટનું અપડેટેડ વર્ઝન છે. આ યુદ્ધજહાજની ઉચ્ચતમ ગતિ 30 નોટ પ્રતિ કલાક છે જે બ્રહ્મોસ ક્રૂઝ મિસાઇલ પ્રણાલીથી લેસ થવા સક્ષમ છે. 

આ ચારેય એડમિરલ ગ્રિગોરવિચ ક્લાસ પ્રોજેક્ટ 1135.6 ફ્રિગેટ, ગેસ ટર્બાઇન એન્જિનથી લેસ થસે જેને યૂક્રેનની ફર્મ યૂક્રોબોરોનપ્રોમ બનાવીને તૈયાર કરશે. અમેરિકાની ધમકીઓ વચ્ચે બંન્ને દેશો વચ્ચે 39 હજાર કરોડ રૂપિયાની એસ-400 મિસાઇલ સંરક્ષણ પ્રણાલી પર પણ અંતિમ મહોર લગાવી શકે છે. એસ-400 મિસાઇલ 400 કિલોમીટરના અંતર પર જેટ, મિસાઇલ અને માનવ રહિત હવાઇ વાહનોને નષ્ટ કરવા સક્ષમ છે.