Uttar Pradesh: ગાઝિયાબાદમાં દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર મંગળવારે મોટી દુર્ઘટના થઈ. અહીં એક્સપ્રેસ વે પર બસ અને એસયુવી કારમાં ટક્કર થતા 6 લોકોના મોત થયા. ગંભીર રીતે ઘાયલ થયેલા 8 વર્ષના બાળકને  હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘટનાનું સીસીટીવી ફૂટેજ સામે આવ્યું
મળતી માહિતી મુજબ દિલ્હી મેરઠ એક્સપ્રેસ વે પર ક્રોસિંગ પોલીસ મથક હદમાં આ ઘટના ઘટી. હાઈવે પર રોંગ સાઈડથી પૂરપાટ ઝડપે આવી રહેલી બસ અકસ્માતનું કારણ ગણાવવામાં આવી રહી છે. બસ સીએનજી લઈને હાઈવે પર રોંગ સાઈડથી આવી રહી હતી. ટક્કર એટલી ભીષણ હતી કે અકસ્માત બાદ મૃતદેહો કારમાં જ ફસાઈ રહ્યા. ત્યારબાદ ગેટને કટર  દ્વારા કાપીને ફસાયેલા મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા. મૃતદેહોને કારમાંથી કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. 


કેમ જોવા મળી રહ્યું છે મેઘતાંડવ? જાણો કોણે આગમાં ઘી હોમવાનું કામ કર્યું, 5 કારણો


ઉ.ભારતમાં આ ઘાતક સંગમના લીધે મેઘો મચાવે છે તબાહી, આજે આ વિસ્તારો માટે રેડ એલર્ટ


આંધ્ર પ્રદેશમાં પણ થયો મોટો અકસ્માત
આંધ્ર પ્રદેશના પ્રકાશમ જિલ્લામાં એક બસના સાગર નહેરમાં ખાબકવાથી 7 લોકોના મોત થયા છે. અનેક લોકો ઘાયલ થયા છે. બચાવ અભિયાન હાલ ચાલુ છે. બસ એક લગ્નના રિસેપ્શન માટે પોડિલીથી કાકીનાડા જઈ રહી હી. બસ કોંક્રીટની દીવાલ સાથે ટકરાયા બાદ કાબૂ ગુમાવી બેઠી અને નહેરમાં ખાબકી. 7 લોકોના મોત થયા જ્યારે અનેક મુસાફરો ઘાયલ થયા છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube