નવી દિલ્હીઃ હેલીકોપ્ટર ક્રેશમાં સીડીએસ જનરલ બિપિન રાવતનું નિધન થઈ ગયું છે. જે હેલીકોપ્ટર ક્રેશ થયું તેમાં 14 લોકો સવાર હતા. સીડીએસ રાવતના પત્ની મધુલિકા રાવત પણ હેલીકોપ્ટરમાં સવાર હતું, તેમનું પણ આ દુર્ઘટનામાં નિધન થયું છે. ભારતીય સેના અને રક્ષામંત્રી રાજનાથ સિંહે આ દુર્ઘટનાની પુષ્ટિ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દુર્ઘટના તમિલનાડુના કુન્નૂરની પાસે બુધવારે બપોરે હેલીકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જે હેલીકોપ્ટરની સાથે આ દુર્ઘટના થી તે ભારતીય વાયુસેનાનું Mi-17V5 હતું. આ ડબલ એન્જિનવાળું હેલીકોપ્ટર ખુબ સુરક્ષિત માનવામાં આવે છે. આ હેલીકોપ્ટરમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત સવાર હતા, જેમનું આ દુર્ઘટનામાં નિધન થયું છે. 


રક્ષામંત્રી રાજનાથ સિંહે ટ્વીટ કરતા લખ્યુ- તમિલનાડુમાં આજે એક દુર્ભાગ્યપૂર્ણ હેલીકોપ્ટર દુર્ઘટનામાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, તેમના પત્ની અને 11 અન્ય સશસ્ત્ર દળોના જવાનોના આકસ્મિત નિધનથી ખુબ દુખ થયું. તેમનું અચાનક નિધન આપણા સશસ્ત્ર દળ અને દેશ માટે એક અપૂર્ણિય ક્ષતિ છે.
 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube