CDS Bipin Rawat Helicopter Crash: ક્યાં ક્રેશ થયું બિપિન રાવત સવાર હતા તે હેલીકોપ્ટર, કોણ હતું સવાર? જાણો દરેક સવાલના જવાબ
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવતને લઈને જઈ રહેલું ભારતીય વાયુસેનાનું હેલીકોપ્ટર ક્રેશ થઈ ગયું છે. આ હેલીકોપ્ટરમાં તેમના પત્ની અને સ્ટાફ હાજર હતા. ઘટના સાથે જોડાયેલા મહત્વના અપડેટ્સ વાંચો....
નવી દિલ્હીઃ CDS Bipin Rawat: તમિલનાડુના કુન્નૂરમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવતને લઈને જઈ રહેલું ભારતીય વાયુસેનાનું હેલીકોપ્ટર ક્રેશ થઈ ગયું છે. હેલીકોપ્ટરમાં બિપિન રાવતના પત્ની, સ્ટાફ સહિત 14 લોકો સવાર હતા. અત્યાર સુધી કુલ 11 લોકોના મોત થવાની માહિતી સામે આવી છે, જ્યારે બાકી લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
રક્ષામંત્રી રાજનાથ સિંહ આ દુર્ઘટનાને લઈને સંસદમાં નિવેદન આપશે. આ દુર્ઘટના ક્યાં થઈ, તેને લઈને શું અપડેટ છે, તમામ સવાલોના જવાબ જાણો.
ક્યાં ક્રેશ થયું હેલીકોપ્ટર?
તમિલનાડુના કુન્નૂરમાં બુધવારે સવારે ભારતીય વાયુસેનાનું હેલીકોપ્ટર ક્રેશ થયું છે. આ હેલીકોપ્ટરમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત, તેમના પત્ની અને બાકી સ્ટાફ હાજર હતો. જે જગ્યાએ આ હેલીકોપ્ટર ક્રેશ થયું છે, ત્યાં આસપાસ જંગલ છે. આ કારણ છે કે રેસ્ક્યૂ ઓપરેશનમાં મુશ્કેલી આવી રહી છે.
આ પણ વાંચોઃ CDS Bipin Rawat: ઉંચાઈ પર જંગમાં એક્સપર્ટ છે બિપિન રાવત! જાણો 10 મોટી ખાસિયતો
હેલીકોપ્ટરમાં બિપિન રાવત સાથે કોણ-કોણ હતા?
આ હેલીકોપ્ટરમાં સીડીએસ બિપિન રાવત, તેમના પત્ની મધુલિકા રાવત, બ્રિગેડિયર એલએસ લિડ્ડર, લેફ્ટિનેન્ટ કર્નલ હરજિંદર સિંહ, નાયક ગુરસેવક સિંહ, નાયક જિતેન્દ્ર કુમાર, લાન્સ નાયક વિવેક કુમાર, બી સાઈ તેજા અને હવલદાર સતપાલ સામેલ હતા.
ક્યાં જઈ રહ્યા હતા બિપિન રાવત?
જાણકારી પ્રમાણે સીડીએસ બિપિન રાવત દિલ્હીથી સુલૂર સુધીની સફર કરી રહ્યા હતા. ત્યાં તમિલનાડુા વેલિંગ્ટનમાં સીડીએસ બિપિન રાવત એક કાર્યક્રમમાં સામેલ થવાનું હતું. સીડીએસ બિપિન રાવતે વેલિંગ્ટનની આર્મી કોલેજમાં લેક્ચર આપવાનો હતો. સુલૂરથી કુન્નૂર પહોંચેલું આ વિમાન ક્રેશ થઈ ગયું, જ્યાં પર ક્રેશ થયું તે જંગલનો વિસ્તાર છે.
આ પણ વાંચોઃ દેશના પહેલાં Chief of Defence Staff અંગે મોટા સમાચાર, જાણો કોણ છે બિપિન રાવત
કઈ રીતે થઈ દુર્ઘટના?
શરૂઆતી જાણકારી પ્રમાણે કુન્નૂરની આસપાસ હવામાન ખરાબ હતું, જેથી આ દુર્ઘટના થઈ. પરંતુ દુર્ઘટના પાછળનું સાચુ કારણ સામે આવ્યું નથી. ભારતીય વાયુસેનાએ આ દુર્ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.
ક્યારે સીડીએસ બન્યા હતા બિપિન રાવત?
બિપિન રાવત 1 સપ્ટેમ્બર 2016ના આર્મીની વાઇસ ચીફનું પદ સંભાળ્યું અને 31 ડિસેમ્બર 2016ના ઇન્ડિયન આર્મીના 26માં ચીફની જવાબદારી સંભાળી હતી. તો 30 ડિસેમ્બર 2019ના તેમને ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) બનાવવામાં આવ્યા હતા. રાવતે 1 જાન્યુઆરી 2020ના સીડીએસનો કાર્યભાર સંભાળ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube