નવી દિલ્હી: ભારતના પ્રથમ CDS જનરલ બિપિન રાવત (Bipin Rawat) , તેમના પત્ની મધુલિકા રાવત અને અન્ય 11 લોકો તમિલનાડુના કુન્નૂરમાં બુધવારે એક હેલિકોપ્ટર દુર્ઘટનાનો ભોગ બન્યા. હેલિકોપ્ટરમાં કુલ 14 લોકો હતા. આ દુર્ઘટનામાં ફક્ત ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનો જ બચાવ થયો છે જેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસ અને રક્ષા સૂત્રોના જણાવ્યાં મુજબ જનરલ બિપિન રાવત અને તેમના પત્નીના પાર્થિવ શરીરને ગુરુવારે સવારે કોઈમ્બતુરથી હવાઈ માર્ગે દિલ્હી લાવવામાં આવશે. આ બાજુ રક્ષામંત્રી રાજનાથ સિંહ આજે સંસદના બંને ગૃહમાં આ દુર્ઘટના પર નિવેદન આપશે. આ દુર્ઘટના ઘટી તે પહેલાનો વીડિયો સામે આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દુર્ઘટના પહેલાનો વીડિયો આવ્યો સામે
બુધવારે આખા દેશને ચોધાર આંસુએ રડાવનારી આ દુર્ઘટના ઘટી તે પહેલાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં દુર્ઘટનાગ્રસ્ત થયા પહેલા ગાઢ ધુમ્મસમાં આગળ વધી રહેલું ચોપર દેખાઈ રહ્યું છે. આ સાથે જ લોકો વીડિયોમાં શું થયું, ક્રેશ થઈ ગયું? કહેતા પણ સંભળાય છે. વીડિયો અંગે દાવો કરાઈ રહ્યો છે કે આ જનરલ બિપિન રાવતના હેલિકોપ્ટરનો વીડિયો છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube