Bipin Rawat Death: કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની બેઠક યોજાઈ, રક્ષામંત્રી ગુરૂવારે સંસદમાં આપશે નિવેદન
CDS Bipin Rawat`s Chopper Crashes: તમિલનાડુના કુન્નૂરમાં થયેલા હેલીકોપ્ટર ક્રેશને લઈને રક્ષામંત્રી રાજનાથ સિંહ ગુરૂવારે સંસદમાં નિવેદન આપશે.
નવી દિલ્હીઃ CCS Meeting: ભારતીય વાયુસેના (IAF) નું હેલીકોપ્ટર એમઆઈ-17મી5 બુધવારે તમિલનાડુના કુન્નૂરની પાસે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. આ હેલીકોપ્ટર દુર્ઘટનામાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને તેમના પત્ની સહિત 13 લોકોના નિધન થયા છે. એક ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહની સારવાર ચાલી રહી છે. વરૂણ સિંહને વેલિંગટનની મિલિટ્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીઓ પ્રમાણે હેલીકોપ્ટરમાં બ્રિગેડિયર એલએસ લિદ્દર, લેફ્ટિનેન્ટ કર્નલ હરજિંદર સિંહ, એનકે ગુરસેવક સિંહ, એનકે જિતેન્દ્ર કુમાર, એલ/નાયક વિવેક કુમાર, એલ/નાયક બી સાઈ તેજા અને હવાલદાર સતપાલ સવાર હતા.
આ દુખદ ઘટના બાદ કેબિનેટની સુરક્ષા મામલાની સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં પીએમ મોદી, રક્ષામંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ, વિદેશ મંત્રી એસ જયશંકર, નાણામંત્રી નિર્મલા સીતારમન અને એનએસએ અજીત ડોભાલ હાજર રહ્યા હતા. ડેલીકોપ્ટર ક્રેશની ઘટના પર રક્ષામંત્રી ગુરૂવારે સંસદમાં નિવેદન આપી શકે છે. આ પહેલા તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને દુર્ઘટના વિશે જાણકારી આપી હતી અને ભારતીય વાયુ સેનાના પ્રમુખને ઘટનાસ્થળે પહોંચવા માટે કહ્યુ હતું.
વાયુસેનાએ કહ્યુ કે, દુર્ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે બુધવારે કહ્યુ કે, તમિલનાડુના કુન્નૂરમાં હેલીકોપ્ટર દુર્ઘટના વિશે સંબંધિત મંત્રાલય દ્વારા યોગ્ય સમયે જાણકારી આપવામાં આવશે.
આ પણ વાંચોઃ દેશ તમારૂ યોગદાન ભૂલશે નહીં... CDS રાવતના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યુ દુખ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube