નવી દિલ્હીઃ ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્વારા પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે કુલ 4 વ્યક્તિને પદ્મ વિભૂષણ સન્માન આપવામાં આવશે. તો કુલ 17 લોકોને પદ્મ ભૂષણ અને 107 લોકોને પદ્મ શ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. સરકાર દ્વારા જાહેર કરાયેલી યાદી અનુસાર પ્રભા અત્રેનનું પદ્મ વિભૂષણથી સન્માન કરવામાં આવશે. તો ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહને મરણોપરાંત પદ્મ ભૂષણ સન્માન આપવામાં આવશે. હેલીકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલા દેશના પ્રથમ સીડીએસ જનરલ બિપિન રાવતને પણ મરણોપરાંત્ત પદ્મ વિભૂષણ સન્માન આપવામાં આવશે. 


કુલ ચાર લોકોને મળશે પદ્મ વિભૂષણ
પ્રભા અત્રે
રાધેશ્યામ ખેમકા (મરણોપરાંત્ત)
જનરલ બિપિન રાવત  (મરણોપરાંત્ત)
કલ્યાણ સિંહ  (મરણોપરાંત્ત)


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube