LOC: ભારતીય સેનાનો વળતો જવાબ, પાકિસ્તાનના 4 જવાન ઢેર
ગુરૂવારે રાત્રે પાકિસ્તાને પુંછ-રાજૌરી સેક્ટરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું અને મોર્ટારનો હુમલો કર્યો હતો. ભારતીય સેનાએ તેનો વળતો જવાબ આપતા પાકિસ્તાની ચોકીઓને નિશાન બનાવી હતી.
નવી દિલ્હીઃ પાકિસ્તાન તરફથી સરહદ પાર કરવામાં આવેલી ગોળીબારીનો ભારતીય સેનાએ વળતો જવાબ આપ્યો છે. હવે ભારતીય સેનાએ પાકિસ્તાન સેનાની ઘણી ચોકીઓ નષ્ટ કરવાની સાથે ચાર પાક જવાનને મોતની ઘાટ ઉતારી દીધા છે.
લાઇન ઓફ કંટ્રોલ (એલઓસી) પર સીઝફાયરનું ઉલ્લંઘન કરવું ફરી એકવાર પાકિસ્તાની સેનાને ભારે પડ્યું છે. જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાની ચોકીઓને તબાહ કરી દીધી છે. સાથે ભારતીય સેનાએ 4 પાકિસ્તાની જવાનોને પણ ઠાર કર્યાં છે. હકીકતમાં, ગુરૂવારે રાત્રે પાકિસ્તાને પુંછ-રાજૌરી સેક્ટરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું અને મોર્ટારનો હુમલો કર્યો હતો.
નાગરિકતા કાયદા પર ઘમાસાણ, અમિત શાહે રાહુલ ગાંધીને ફેંક્યો મોટો પડકાર, જાણો શું કહ્યું?
પહેલા પણ આપ્યો છે જવાબ
આ પહેલા બુધવારે જમ્મૂ-કાશ્મીરના ઉરીમાં સીઝફાયરનું ઉલ્લંઘન કરતા પાકિસ્તાને મોર્ટાર ફેંક્યા અને ગોળીબારી કરી હતી. પાકિસ્તાની સેનાની આ કાયરતાપૂર્વક હરકતને કારણે ભારતીય સેનાનો એક શિપાઈ શહીદ થઈ ગયો હતો. ભારત તરફથી સેનાએ પાકિસ્તાનને આર્ટિલરી અને મોર્ટારથી જવાબ આપ્યો હતો.
ભારતીય સેનાની આ જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાની ઘણા ચોકીઓ નષ્ટ થઈ હતી. આ સાથે પાકિસ્તાની સેનાએ સ્વીકાર કર્યો કે તેના બે સૈનિક પાકિસ્તાનના કબજા વાળા કાશ્મીરના દેવા સેક્ટમાં માર્યા ગયા હતા.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube