નવી દિલ્હી: પાકિસ્તાન સતત નિયંત્રણ રેખા (એલઓસી) પર સતત યુદ્ધવિરામનો ભંગ કરી રહ્યું છે. બુધવાર અને ગુરુવારની રાત દરમિયાન પાકિસ્તાની સેના તરફથી જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લાના કૃષ્ણાઘાટી સેક્ટરમાં આખી રાત ફાયરિંગ થયું. આ ફાયરિંગ બુધવારે સાંજથી શરૂ થયું હતું. પાકિસ્તાને રહેણાંક વિસ્તારોને નિશાન બનાવ્યાં. જો કે આ ફાયરિંગમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા આ ફાયરિંગનો ભારતે પણ જડબાતોડ જવાબ આપ્યો. કહેવાય છે કે ફાયરિંગ ગુરુવારે સવારે 7 વાગે બંધ થયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાપાક હરકતોથી બરબાદી નોતરી પાકિસ્તાને, PMએ ત્રણેય સેનાને આક્રમક કાર્યવાહી માટે આપી 'ખુલ્લી છૂટ'


અત્રે જણાવવાનું કે પાકિસ્તાનની સેનાએ બુધવારે સતત છઠ્ઠા દિવસે યુદ્ધવિરામનો ભંગ કર્યો અને જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા પર ભારતીય પોસ્ટ પર ફાયરિંગ કર્યું તથા ભારે મોર્ટાર છોડ્યા હતાં. ભારતીય સેનાએ પણ જડબાતોડ જવાબ આપ્યો હતો. આ અગાઉ ભારતીય સેનાએ મંગળવારની રાતે સરહદ પારથી ગોળીબારીનો બરાબર જવાબ આપતા નિયંત્રણ રેખા પર પાકિસ્તાનની પાંચ પોસ્ટ તબાહ કરી હતી. જેમાં અનેક પાકિસ્તાની સૈનિકો ઘાયલ થયા હતાં. 


અધિકારીઓના જણાવ્યાં મુજબ બુધવારે પાકિસ્તાની સૈનિકોએ પૂંછ જિલ્લામાં સાંજે સાત વાગ્યે મેંઢર, બાલાકોટ અને કૃષ્ણા ઘાટી ઉપ સેક્ટરોમાં મહત્વની ચોકીઓ અને નાગરિક વસાહતો પર ભારે મોર્ટાર છોડ્યા હતાં અને અનેક નાના હથિયારોથી ફાયરિંગ કર્યું હતું. ભારતીય સૈનિકોએ તેનો જડબાતોડ જવાબ પણ આપ્યો હતો. મંગળવારે જમ્મુ, રાજૌરી અને પૂંછ જિલ્લાઓના મોટાભાગના વિસ્તારોમાં નિયંત્રણ રેખા પર આખી રાત ફાયરિંગ અને ગોળાબારી થઈ. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...