યુદ્ધ વિરામ ઉલ્લંઘનઃ પાકિસ્તાને ફરી કરી સરહદ પર ગોળીબારી, ભારતે આપ્યો જવાબ
પાકિસ્તાને કિરની સેક્ટરમાં સવારે 7.40 કલાકે અચાનક જ ગોળીબારી શરૂ કરી દીધી હતી. પાકે કિરની સેક્ટરમાં એલઓસી પર નાના હથિયારોથી ગોળીબારી શરૂ કરીને યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું હતું.
જમ્મુઃ સરહદ પર પાકિસ્તાન દ્વારા ફરીથી સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. મંગળવારે પાકિસ્તાના પૂંછ જિલ્લાના કિરની સેક્રટમાં ફરીથી યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરીને ગોળીબારી શરૂ કરી હતી. ભારતીય સેના પણ તરત જ જડબાતોડ જવાબ આપ્યો હતો, જેના થોડા સમય પછી પાકિસ્તાને ગોળીબાર બંધ કરી દીધો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, પાકિસ્તાને કિરની સેક્ટરમાં સવારે 7.40 કલાકે અચાનક જ ગોળીબારી શરૂ કરી દીધી હતી. પાકે કિરની સેક્ટરમાં એલઓસી પર નાના હથિયારોથી ગોળીબારી શરૂ કરીને યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું હતું. ત્યાર પછી ભારતે પણ તેનો તાત્કાલિક જવાબ આપ્યો હતો. પાકિસ્તાને 20 મિનિટ પછી ગોળીબાર બંધ કરી દીધો હતો.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન સમયાંતરે એલઓસી પર આવા છમકલાં કરીને યુદ્ધ વિરામની શરતોનું ઉલ્લંઘન કરતું રહે છે. છેલ્લા કેટલાક દિવસથી જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ પણ સક્રિય થયા છે અને ગ્રેનેડ હુમલો જોવા મળી રહ્યા છે.
જુઓ LIVE TV....