ધરતીથી આકાશ સુધી ગુંજશે 100 કરોડ વેક્સીનના ડોઝનો જશ્ન, આવી છે સરકારની તૈયારી
ભારત જલદી 100 કરોડ કોરોના વેક્સીનના ડોઝ લગાવવાના આંકડાને પાર કરી લેશે. તેના જશ્ન માટે સરકારે ખાસ તૈયારી કરી છે.
નવી દિલ્હીઃ દેશમાં આ દિવસોમાં કોરોના વેક્સીનેશન ખુબ ઝડપથી ચાલી રહ્યું છે. બધાની નજર વેક્સીનેશનના આંકડા પર ટકેલી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે જણાવ્યું કે, દેશમાં અત્યાર સુધી કોરોના વિરોધી રસીના 96 કરોડથી વધુ ડોઝ લગાવવામાં આવ્યા છે, જેમાં 32 લાખથી વધુ ડોઝ બુધવારે લગાવવામાં આવ્યા. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ ગતિથી ભારત આગામી સપ્તાહ સુધી 100 કરોડથી વધુ વેક્સીન ડોઝ (Vaccine Dose) ના આંકડાને પાર કરી લેશે જે એક સીમાચિહ્નરૂપ સાબિત થશે.
સરકારે કરી જોરદાર તૈયારી
કેન્દ્ર સરકારે આ તક માટે ખાસ તૈયારીઓ કરી છે. તમને જણાવી દઈએ કે જે સમયે ભારતમાં 100 કરોડ કોરોના વેક્સીન ડોઝ (Corona Vaccine Dose) નો આંકડો પૂરો થશે સે સમયે એક સાથે બધા રેલવે સ્ટેશનો, બધા એરપોર્ટ, ફ્લાઇટ, બસ સ્ટેશન તથા બધા જાહેર સ્થળે એક સાથે જાહેરાત થશે. આ સિવાય દેશના બધા સમુદ્રી કિનારા અને શિપ પર આ ખાસ માઇલસ્ટોનનું હૂટિંગ થશે.
30% લોકોને લાગી ચુક્યા છે બંને ડોઝ
સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર આંકડામાં કહેવામાં આવ્યું છે કે બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 18-44 ઉંમર વર્ગમાં ત્રીજા ફેઝનું રસીકરણ શરૂ થયા બાદથી પ્રથમ ડોઝના રૂપમાં 38,99,42,616 ડોઝ લગાવવામાં આવ્યા અને આ ઉંમર વર્ગમાં બીજા ડોઝના રૂપમાં 10,69,40,919 ડોઝ લગાવવામાં આવ્યા છે. સાથે આંકડાથી તે ખ્યાલ આવે છે કે હાલ 30% યોગ્ય પોપ્યુલેશન (Eligible Population) ને બંને ડોઝ લાગી ચુક્યા છે.
આ પણ વાંચોઃ Amit Shah ના એક નિવેદનથી નાપાક Pakistan માં ફફડાટ! આતંકવાદીઓ છુપાવવા માટે શોધી રહ્યાં છે જગ્યા!
બાળકોના વેક્સીનેશનમાં સાવચેતી રાખવાની જરૂર
આ સિવાય બાળકોના વેક્સીનેશનને લઈને એક્સપર્ટ ઓપિનિયન (Expert Opinion) લેવામાં આવી રહ્યો છે. નિષ્ણાંતોનું માનવું છે કે બાળકોની વેક્સીનને લઈને હજુ સાવચેતી રાખવાની જરૂર છે.
દેશમાં નહીં થાય વેક્સીનની કમી
સાથે સ્વાસ્થ્ય મંત્રાલયે વિશ્વાસ અપાવ્યો કે આગામી મહિના સુધી દેશમાં જરૂરીયાતથી વધુ કોરોના રસી ઉપલબ્ધ હશે અને પોતાના દેશની જરૂરીયાત બાદ જે વેક્સીન વધશે તે અન્ય દેશો માટે એક્સપોર્ટ કરવામાં આવશે. મહત્વનું છે કે ભારતે અત્યાર સુધી નેપાળ, બાંગ્લાદેશ, ઈરાન, મ્યાનમાર જેવા દેશોને 10 લાખ કોરોના વેક્સીનના ડોઝ આપ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube