નવી દિલ્હી: આખા દેશમાં આજે મુસ્લિમ સમુદાયના લોકો ઇદ-ઉલ-અઝહાનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. ઇદ-ઉલ-અઝહાને બકરી ઇદ પણ કહેવામાં આવે છે. આ તહેવાર મુસ્લિમ સમુદાયનો સૌથી મોટો તહેવાર કહેવામાં આવે છે. બકરી ઇદના દિવસે મુસ્લિમ સમુદાયના લોકો સવારે મસ્જિદમાં નમાજ અદા કરીને બકરાની કુરબાની આપે છે. દિલ્હીની જામા મસ્જિદ પર સવારે લોકોએ મોટી સંખ્યામાં નમાજ અદા કરી. નમાજ અદા કર્યા બાદ ગળે મળીને એકબીજાને શુભેચ્છા પાઠવી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાષ્ટ્રપતિ કોવિંદે પણ પાઠવી શુભેચ્છાઓ
દેશના પ્રથમ નાગરિક રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટર પર દેશવાસીઓને ઇદની શુભેચ્છા પાઠવી છે. તેમણે ટ્વિટર લખ્યું છે કે 'ઇદ-ઉલ-જુહાના અવસર પર બધા દેશવાસીઓને ખાસકરીને આપણા મુસ્લિમ ભાઇઓ અને બહેનોને શુભેચ્છા અને શુભકામના પાઠવું છું. આ વિશેષ દિવસ આપણે ત્યાગ અને બલિદાનની ભાવના પ્રત્યે પોતાનો આદર વ્યક્ત કરવાનો છે. આવો આપણે સમાવેશ સમાજમાં એકતા અને ભાઇચારા માટે મળીને કામ કરીએ.'


યોગી આદિત્યનાથે પણ પાઠવી શુભેચ્છા
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઇદ-ઉલ-અઝહા પર પ્રદેશવાસીઓએ શુભેચ્છા પાઠવી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા જાહેર કરવામાં આવેલા સંદેશમાં કહેવામાં આવ્યું છે કે ઇદ-ઉલ-અઝહાનો તહેવાર બધાને હળીમળીને રહેવા તથા સામાજિક સદભાવના બનાવી રાખવાની પ્રેરણા પુરી પાડે છે. તેમણે બકરી ઇદનો તહેવાર શાંતિ અને પરસ્પર સદભાવના સાથે મનાવવાની અપીલ કરી. 


કેમ ઉજવવામાં આવે છે બકરી ઇદ
બકરી ઇદનો તહેવાર ઉજવવાનું કારણ ઇસ્લામના પવિત્ર પુસ્તક કુરાનમાં મળે છે. કુરાનમાં લખ્યું છે કે એક દિવસ અલ્લાહએ હજરત ઇબ્રાહિમને પોતાના સપનામાં તેમની સૌથી ખાસ અને પ્રિય કુર્બાની માંગી હતી. અલ્લાહના હુકૂમનું પાલન કરવા માટે હજરત સાહેબે પોતાના પુત્રની કુર્બાનીનો નિર્ણય કર્યો. તેમણે પોતાના પુત્રની કુર્બાની આપવા માટે તેની ગરદન પર વાર કર્યો, તે સમયે અલ્લાહે ચાકૂને વાળીને બકરાની કુર્બાની આપી. ત્યારથી આખા દેશમાં બકરી ઇદનો તહેવાર ઇજરત ઇબ્રહીમની કુર્બાની માટે યાદ કરવામાં આવે છે. 


સરકારી ઓફિસો બંધ
કેંદ્ર સરકારે દિલ્હીની પોતાની ઓફિસોમાં 23 ઓગસ્ટના બદલે 22 ઓગસ્ટના રોજ બકરી ઇદની રજાની જાહેરાત કરી છે. કાર્મિક મંત્રાલયે કહ્યું કે જામા મસ્જિદના શાહી ઇમામ સૈયદ અહમદ બુખારીની અધ્યક્ષતાવાળી મરકજી રૂયત-એ-હિલાલ કમિટીના અનુસાર ભારતના અન્ય શહેરોમાં ચાંદ દેખાયો હોવાની જાણકારી આવી છે. તેના આધારે નિર્ણય કરવામાં આવ્યો છે કે ઇદ-ઉલ-અઝહાના અવસર પર કેંદ્વ સરકાર દિલ્હીમાં સ્થિત વહિવટી ઓફિસ 23 ઓગસ્ટના બદલે 22 ઓગસ્ટના રોજ બંધ રહેશે.